- slider news, Trending News, ટેક્નોલૉજી

Xiaomi મોબાઈલ યુઝર્સ માટે માટે મહત્વના સમાચાર, આજે સાંજે કંપની…

ચીનની સ્માર્ટફોન નિર્માતા Xiaomi આજે MIUI 12 ગ્લોબલ લોન્ચ કરી રહી છે. અગાઉ આ સોફ્ટવેર અપડેટને કંપનીએ ચીનમાં Mi 10 Youth Edition સાથે રજૂ કર્યું હતું.

તમે MIUI 12ની લોન્ચિંગ ઇવેન્ટ ઑનલાઈન જોઈ શકો છો. આ ઈવેન્ટ 19 મેના રોજ ભારતીય સમય પ્રમાણે સાંજે 5.30 વાગ્યે શરૂ થશે. મહત્ત્વની વાત એ છે કે, કંપનીએ કહ્યું છે કે તેને શાઓમી સ્માર્ટફોનમાં વિવિધ તબક્કે અપડેટ આપવામાં આવશે.

MIUI 12 ગ્લોબલ લાઇવ ઇવેન્ટ જોવા માટે, તમે કંપનીની ઑફિશિયલ યુટ્યુબ ચેનલ પર જઈને વેબકાસ્ટ જોઈ શકો છો. આ સિવાય, આ ઇવેન્ટનું લાઈવ સ્ટ્રીમ ટ્વિટર અને ફેસબુક પર જોઇ શકાશે.

MIUI 12માં ડાર્ક મોડથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૉલિંગ સુધીની નવી સુવિધાઓ આપવામાં આવી છે. પ્રાઇવેસી કંટ્રોલ પર પણ કંપનીએ વિશેષ ધ્યાન આપ્યું છે.

કંપનીના જણાવ્યા અનુસાર, વધુ સારી પ્રાઈવેસી કંટ્રોલ માટે Barbed Wire ફીચર આપવામાં આવ્યું છે. આ સિવાય નવા વૉલપેપર્સ અને ટ્રાંઝિશન ઇફેક્ટ્સ પણ આપવામાં આવ્યા છે. માર્સ અને અર્થથી ઈન્સ્પાયર્ડ લાઇવ વૉલપેપર્સ પણ આપવામાં આવ્યા છે અને તે જાતે એડજસ્ટ થઈ શકે છે.

આ અપડેટમાં ફિજિકલ એક્ટિવિટટી ટ્રેક કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ મોશન બિહૈવિયર પરસેપ્શન એલ્ગોરિદમ આપવામાં આવ્યું છે. આ વૉકિંગ, રનિંગ અને સાઈકલિંગ જેવી એક્ટિવિટીઝને મૉનિટર અને ટ્રેક કરે છે.

0Shares