- slider news, Trending News, ટેક્નોલૉજી

ટૂંક સમયમાં Realme Smart TV થઈ રહ્યું છે લૉન્ચ, જાણો તેના ધાંસુ ફીચર્સ

ચીની કંપની Realme ભારતમાં 25મે એ સ્માર્ટ ટીવી લૉન્ચ કરી રહી છે. આ સાછે જ કંપની એક સ્માર્ટ વૉચ પણ લઈને આવી રહી છે. પહેલાવાર કંપની ભારતીય માર્કેટમાં સ્માર્ટ ટીવી અને સ્માર્ટ વૉચના સેગ્મેન્ટમાં આવી રહી છે.

Realmeએ હવે Realme TV માટે એક ડેડેકેટેડ માઈક્રોસાઈટ તૈયાર કરી છે. અહીં આવનારા આ સ્માર્ટ ટીવી વિશે જાણકારીઓ લખી છે. આ ટીવીમાં MediaTekનું પ્રોસેસર હશે, ડૉલ્બી ઑડિયો ટ્યૂન્ડ સ્પીકર્સ હશે. જો કે કંપનીએ કહ્યું છે કે વધારે જાણકારી 25 મે એ જ મળશે.

ટીવી માટે ખાસ બનાવવામાં આવેલી આ વેબસાઈટ પ્રમાણે તેમાં સેગમેન્ટનું પહેલું 65 બિટ મીડિયાટેક પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ક્વૉડકોર પ્રોસેસર છે જેમાં ARM Cortex-A53 જીપીયૂ અને Mali-470 GPU આપવામાં આવ્યું છે.

ડિઝાઈનની વાત કરીએ તો Realme TV બેઝલ લેસ હશે જે રીતે શાઓમી અને બીજી કંપનીઓ આ દિવસોમાં વેચી રહી છે. કંપનીએ કહ્યું છે કે તેમાં ક્રો બૂસ્ટ પિક્ચર એન્જિન આપવામાં આવ્યું છે જે 400 નિટ્સ સુધીની બ્રાઈટનેસ આપી શકે છે. કંપનીએ કહ્યું છે કે ટીવી આ સેગમેન્ટના બીજા સ્માર્ટ ટીવીના મુકાબલે 20 ટકા વધારે બ્રાઈટનેસ આપશે.

Realme TV સાથે 24Wના સ્ટીરિયો સ્પીકર્સ પણ આપવામાં આવશે જે ચાર હશે. એક તરફ બે સ્પીકર્સ આપવામાં આવી શકે છે. જે રીતે કંપની આ સેગ્મેન્ટમાં પહેલા જણાવી રહી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે તેની કિંમત ઓછામાં ઓછી રાખવાનો પ્રયાસ કરશે.

0Shares