- slider news, Trending News, Uncategorized, શિક્ષણ

CBSE EXAM: ધો.10-12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, જાણો સમગ્ર વિગત

CBSE બોર્ડે ધોરણ-12ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ પરીક્ષા કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવી હતી. ધોરણ-12ની પરીક્ષાઓ 1 જુલાઇથી 15 જુલાઇની વચ્ચે લેવાશે. આ સાથે જ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 1 જુલાઈથી 15 જુલાઈ સુધી CBSE ધોરણ-10ની પરીક્ષા યોજાશે. માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે તારીખ શીટ શેર કરી છે.

જાણાવી જઈએ કે, લોકડાઉનને કારણે CBSEબોર્ડે જાહેર થયેલી પરીક્ષાઓ માર્ચમાં રોકી દીધી હતી. આ પછી સીબીએસઈના સેક્રેટરી અનુરાગ ત્રિપાઠીએ બીજા લોકડાઉન દરમિયાન જાહેરાત કરી હતી કે દસમા બોર્ડની પરીક્ષાઓ લેવામાં નહીં આવે. પરંતુ ધોરણ-12 બોર્ડની બાકી રહેલી પરીક્ષાઓમાંથી 29 મુખ્ય વિષયોની પરીક્ષાઓ લેવામાં આવશે.

આ મુખ્ય વિષયો એવા વિષયો છે કે જેના દ્વારા યુનિવર્સિટીમાં અંડરગ્રેજ્યુએટ કક્ષાએ એડમિશન મળે છે. ઘણી યુનિવર્સિટીઓ મેરિટના આધારે પ્રવેશ લે છે, જ્યાં આ વિષયોની સંખ્યા ફરજિયાત છે.

આપને જણાવી દઈએ કે, CBSEએ પહેલા જ કહ્યું હતું કે, દેશમાં ક્યાંય પણ ધોરણ-10ની પરીક્ષા નહીં લેવાય. પરીક્ષા ફક્ત ઉત્તર પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવશે.

0Shares