- slider news, ઈકોનોમી, રાષ્ટ્રીય સમાચાર, વિશિષ્ટ સમાચાર

21 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજમાંથી સરકારના ખર્ચ થશે માત્ર 1.5 લાખ કરોડ!

કોરોનાથી અર્થવ્યવસ્થા અને જનતાને રાહત આપવા માટે પીએમ મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી. નાણામંત્રી નિર્મલા સીતારામને પાંચ દિવસની અખબારી પ્રેસ કોન્ફરન્સ બાદ લગભગ 21 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે, આમાંથી માત્ર 1.5 લાખ કરોડ રૂપિયા સરકારના ખિસ્સામાંથી ખર્ચ થશે.

GDPના એક ટકાથી પણ ઓછું

પીએમ મોદીએ કહ્યું હતું કે, જીડીપીના લગભગ 10% જેટલું રાહતનું પેકેજ આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ આપવામાં આવશે, પરંતુ એક અહેવાલ મુજબ, આ સંપૂર્ણ પેકેજ પર સરકારના ખજાનામાંથી લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે, જે જીડીપીના માત્ર 0.75% છે.

બ્રિટિશ બ્રોકરેજ ફર્મ બાર્કલેઝના એક સંશોધન અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. બાકીના પૈસા ખરેખરમાં ઘણા સ્રોતોમાંથી આવી રહ્યા છે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ તેની રોકડ વધારવાના ઉપાયને પગલા રૂપે આશરે 8.1 લાખ કરોડ રૂપિયાના ઉપાયોની જાહેરાત કરી છે. આ સિવાય અન્ય પેકેજોનો એક ભાગ સરકારની ક્રેડિટ ગેરેંટી, ભંડારમાંથી આપવામાં આવનારા અનાજ અથવા અન્ય ગૈર મોદ્રિક ઉપાયોના રૂપમાં છે.

શું કહેવામાં આવ્યું રિપોર્ટમાં

બાર્કલેઝે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, ‘સરકારની કુલ આર્થિક સહાય આશરે 21 લાખ કરોડ છે. આમાં રિઝર્વ બેંકના આશરે 8 લાખ કરોડ રૂપિયાના ટેકાનો સમાવેશ થાય છે. અમારું અનુમાન છે કે સરકારના બજેટ પર તેની અસર માત્ર 1.5 લાખ કરોડ રૂપિયા થશે, જે જીડીપીના 0.75 ટકા છે.’

PMએ કર્યું હતું એલાન

મહત્વનું છે કે, 12 મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. જે પછી, 13 થી 17 મે સુધીના પાંચ દિવસમાં, નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આર્થિક પેકેજને અંતિમ સ્વરૂપ આપ્યું.

તેમણે કહ્યું કે, આ પેકેજ આર્થિક રિફૉર્મ માટેનું છે, અને આનાથી દેશની અર્થવ્યવસ્થા ધીરે ધીરે ગતિ પકડશે. સરકાર દ્વારા નવી અને જૂની જાહેરાત સહિત કુલ રૂ. 20,97,053 કરોડ રૂપિયાનો વિસ્તૃત અહેવાલ આપવામાં આવ્યો છે.

0Shares