- વાત સરકારની

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 1.51 લાખ શ્રમિકોને વતન મોકલાયા

તા-16-05-2020 શ્રમિકોની વતન વાપસી માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા કેટલાય દિવસોથી કાર્યરત છે. શ્રમિકોની વિગતો એકઠી કરી યાદી બનાવવી અને કયા રાજ્યના કેટલા શ્રમિકો છે તેના આધારે રેલ્વે તંત્ર સાથે સંકલન કરીને શ્રમિકોને વતન મોકલવાની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એ શ્રુંખલામાં આજે 17,483 શ્રમિકો પોતાના વતન ભણી રવાના થયા છે. ગઈકાલ સુધી 1,33,546 શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા છે. એમ કુલ મળીને 1,51,029 શ્રમિકો સુખ-સુવિધા અને સંતોષ સાથે સુરક્ષિત રીતે પોતાના પહોંચી ચુક્યા છે અથવા તો વતન તરફ છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર કે.કે.નિરાલાએ જણાવ્યું છે કે, લોકડાઉનના પગલે અમદાવાદ જિલ્લામાં અટવાયેલા શ્રમિકોને સત્વરે પોતાના વતન મોકલાવાની જરૂરિયાતના પગલે જિલ્લા વહીવટી તંત્રએ સમગ્રતયા આયોજન કરીને આ વ્યવસ્થાને પરિણામલક્ષી બનાવી છે.

નિરાલાએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં ઠેક ઠેકાણે રહેતા શ્રમિકોની યાદી એકત્ર કરીને પોતાના ઘરેથી અમદાવાદ લાવવા પ્રાંત અધિકારીઓની આખી ટીમ કામ લગાડીને અમદાવાદ ખાતે નિયત કરયેલ જગ્યાએ લાવવામાં આવે છે, અહીં તેમના ભોજન-પાણી-નાસ્તો અને અન્ય આનુષાંગિક વ્યવસ્થાઓ કરી ત્યાંથી જ એક સાથે બધાને રેલ્વે સ્ટેશન ખાતે લાવવામાં આવે છે.

આજે કુલ 11 ટ્રેન દ્વારા 17,483 શ્રમિકો વતન રવાના થયા છે. અમદાવાદથી વારાણસી વાયા ફૈઝાબાદની ટ્રેનમાં 1600 શ્રમિકો, બાંદાની ટ્રેનમાં 1600, ડાયરેક્ટ ફૈઝાબાદની ટ્રેનમાં 1650, અમાદાવદથી મઉ વાયા બાંદાની ટ્રેનમાં 1600, વિરમગામથી પ્રતાપગઢ વાયા કસગંજની ટ્રેનમાં 1597, અમદાવાદથી અમેઠીની ટ્રેનમાં 1651, સંત કબીરનગર (‌બસ્તી)ની ટ્રેનમાં 1523, આગ્રાની બે ટ્રેનમાં અનુક્રમે 1661 તથા 1603 ફૈઝાબાદની અન્ય ટ્રેનમાં 1598 તથા અમદાવાદથી લખનૌની ટ્રેનમાં 1400 મળી કુલ 17,483 શ્રમિકોએ વતનની વાટ પકડી છે. ગઈકાલ સુધીમાં 1,33,546 શ્રમિકો પોતપોતાના વતનમાં જવા રવાના થઈ ચુક્યા છે અને આજના મળી કુલ 1,51,029 શ્રમિકો વતન પહોંચ્યા છે.

0Shares