- GUJARAT NEWS, slider news, કરંટ અફેર્સ, શિક્ષણ

ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર, રાજકોટ પહેલા નંબરે

આજે ધોરણ-12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 71.69 ટકા પરિણામ છોકરાઓનું અને જ્યારે 70.85% રિઝલ્ટ છોકરીઓનું આવ્યું છે. આ વર્ષે રાજકોટ 84.69 ટકા સાથે પ્રથમ નંબર પર છે.

આમ રાજ્યભરમાંથી કુલ 1.40 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે આજે ધોરણ-12 સાયન્સનું પરિણામ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. જો કે માર્કશીટ અને પ્રમાણપત્ર આપવાની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. આ સાથે ગુણચકાસણી-દફતરચકાસણી-ગુણતુટ તથા પરિણામ જમા કરાવવા વગેરની સુચનાનો પત્ર અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે.

0Shares