- Trending News, શિક્ષણ

Railway Recruitment 2020: ધો-10 પાસ માટે રેલવેમાં સરકારી નોકરીની તક, નહીં આપવી પડે કોઈ પરીક્ષા

દેશમાં કોરોના સંકટની વચ્ચે એક તરફ ભારતીય રેલવે વિશેષ ટ્રેનો દ્વારા પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન પહોંચાડવાનું કામ કરી રહી છે. તો બીજી તરફ રેલવેએ નોકરી માટે ભરતી બહાર પાડી છે.

દેશમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે પૂર્વ કોસ્ટ રેલવેએ 550થી વધુ પદો પર ભરતી બહાર પાડી છે. ખાસ વાત એ છે કે આ પદ માટે ધોરણ-10 પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. આ સિવાય આ જગ્યાઓ પર પસંદગી માટે કોઈ પરીક્ષા આપવાની રહેશે નહીં.

પોસ્ટ્સની સંખ્યા

આ ભરતી પ્રક્રિયાના ભાગ રૂપે રેલવેએ કુલ 561 જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે, જેમાં નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ, ફાર્માસિસ્ટ, હોસ્પિટલ એટેન્ડન્ટની જગ્યાઓ માટે નિમણૂક કરવામાં આવશે.

નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ – 255 જગ્યા
ફાર્માસિસ્ટ – 51 જગ્યા
ડ્રેસર / ઓટીએ / હોસ્પિટલ એટેન્ડન્ટ – 255 જગ્યા
કુલ જગ્યા- 561

ક્યાં સુધી કરી શકાશે અરજી?

આ પોસ્ટ્સ પર 22મે 2020 સુધી અરજી કરી શકાશે. તમે સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી સંબંધિત વધુ માહિતી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા

રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા પણ અલગ રીતે નક્કી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ જગ્યાઓની પસંદગી માટે ઉમેદવારોએ કોઈપણ પરીક્ષા આપવાની રહેશે નહીં. ઉમેદવારોની પસંદગી મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે.

0Shares