- slider news, Trending News, વિશિષ્ટ સમાચાર

લેન્ડિગ પહેલા જ આકાશમાંથી ગાયબ થઈ ગયું હતું પેસેન્જર પ્લેન, આજદિન સુધી નથી મળ્યો કોઈ પતો

વિશ્વભરમાં આવી ઘણી ઘટનાઓ બની છે જેના પર વિશ્વાસ કરી શકાય નહીં. આ રહસ્યમયી ઘટનાઓ આજે પણ મનુષ્યો માટે રહસ્ય બનેલી છે. વર્ષ 2016માં આવી જ એક ઘટના સામે આવી છે. જ્યારે ઇજિપ્તની એરલાઇન્સનું એક વિમાન આકાશમાંથી ગાયબ થઈ ગયું હતું. આ વિમાન ઉતરવાનું હતું કે તેના વીસ મિનિટ પહેલાં જ ગાયબ થઈ ગયું. જેનો આજદિન સુધી કોઈ પત્તો મળ્યો નથી. તમને જણાવી દઈએ કે વિશ્વના આધુનિક એરપોર્ટમાં શામેલ મિસ્રમાં કાયરો એરપોર્ટ માટે ઈજિપ્ત એરલાઈન્સના વિમાન એરબેસ-320એ ઉડાન ભરી હતી.

આ વિમાનમાં કુલ 66 મુસાફરો સવાર હતા. પરંતુ આ વિમાન ઉતરતા પહેલા આકાશમાંથી જ ગાયબ થઈ ગયા હતા. આ રહસ્યમયી ઘટનાના ઘણા વર્ષો બાદ પણ, આ વિમાનનો કોઈ પત્તો મળ્યો નથી. ન તો વિમાનનો કાટમાળ મળી આવ્યો અને ન તો કોઈ મુસાફરનો મૃતદેહ મળ્યો.

ઇજિપ્ત એરલાઇન્સનું એક પેસેન્જર વિમાન એરબસ -320એ, 18 મે, 2016ના રોજ પેરિસથી ઇજિપ્તના કાયરો શહેર માટે રવાના થયું હતું. આ મુસાફરીમાં વિમાનને ચાર કલાકનો સમય લાગે છે, પરંતુ ત્રણ કલાક અને 40 મિનિટની ઉડાન બાદ આ વિમાન અચાનકથી ગાયબ થઈ ગયું.

ઉતરાણના માત્ર વીસ મિનિટ પહેલાં જ વિમાનનો એટીસી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાનનો ફરીથી સંપર્ક કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ દરેક પ્રયાસ નિષ્ફળ ગયા. અંતે, અંદાજો લગાવવામાં આવ્યો કે આ વિમાન આતંકવાદીઓએ હાઈજેક કર્યું હશે. જો કે, આના કોઈ સંકેતો ન મળ્યા. આ પછી, ફરીથી એવું માનવામાં આવતું હતું કે વિમાન ક્યાંક ક્રેશ થયું છે. આ અંગે ફરીથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું. ઘણા મહિનાઓ સુધી અને ઘણા દેશોમાં, વિમાનની તપાસ ચાલુ રહી, પરંતુ કંઈપણ હાથ લાગ્યું નહીં.

આ વિમાન ગાયબ થવાને કારણે બંને દેશોના એરપોર્ટ પર વાતચીત શરૂ થઈ હતી. તે પછી ટૂંક સમયમાં, ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાન્સ્વા ઓલાંદનું એક નિવેદન બહાર આવ્યું છે કે એરબસના સહી સલામત મળવાની કોઈ આશા નથી. આ ગાયબ થવા વિશે કોઈ સિદ્ધાંત નકારી શકાય નહીં. તે એક પ્રકારની આતંકવાદી કાર્યવાહી અથવા અકસ્માત પણ હોઈ શકે છે. તે પછી આજદિન સુધી આ વિમાનનું કોઈ સુરાગ મળ્યુ નથી.

આ વિમાનમાં કુલ 66 લોકો સવાર હતા, જેમાં 56 મુસાફરો અને ક્રૂના 10 સભ્યો હતા. આ જહાજ 20 મિનિટમાં તેના લક્ષ્યસ્થાન પર પહોંચવાનું હતું પરંતુ અચાનક તે રડારની બહાર નીકળી ગયું.

0Shares