- slider news, Trending News, લાઈફ સ્ટાઈલ

ઉંઘની ગોળી કરતા ચારગણો અસરકારક છે આ ઘરેલું નુસખો, પડતાની સાથે જ આવી જશે ઉંઘ

આજકાલ અનિંદ્રા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. સારી ઉંઘ મેળવવા માટે, સ્ત્રીઓ ઉંઘની ગોળીઓનો સહારો લે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉંઘની ગોળીઓ આપણા શરીર પર ઘણી આડઅસર કરી શકે છે. તેથી, લોકોએ ભૂલથી પણ ઉંઘની ગોળીઓ ન લેવી જોઈએ.

અશ્વગંધા અને સર્પગંધા સમાન પ્રમાણમાં પીસીને ચુર્ણ બનાવી લો. રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણી સાથે ચારથી પાંચ ગ્રામ પાવડર લો. આમ કરવાથી તમને સારી અને ગાઢ ઉંઘ આવશે.

હકીકતમાં, પ્રાચીનકાળથી અશ્વગંધને એક ઐષધીય વૃક્ષ માનવામાં આવે છે. તે શરીરને ચસ્તી-ફુર્તી પ્રદાન કરે છે. અશ્વગંધાને ટોનિકનો એક પ્રકાર કહેવામાં આવે છે, કારણ કે તે વ્યક્તિની શારીરિક ક્ષમતા અને ઉપચારમાં વધારો કરે છે. અંગ્રેજીમાં અશ્વગંધાને ભારતીય જિનસેંગ કહેવામાં આવે છે. અશ્વગંધાના ઝાડ અને તેના ઔષધીય ગુણધર્મોનું વર્ણન પરંપરાગત ચિની દવા અને આયુર્વેદમાં વર્ણવવામાં આવ્યું છે.

અશ્વગંધ એ પ્રકૃતિનું આપેલું એક એવું વરદાન છે, જેનો ઉપયોગ અનેક પ્રકારના રોગો અને સુંદરતા વધારતા ઉત્પાદનો બનાવવા માટે થાય છે. તેમાં તણાવ, ચિંતા, થાક, ઉંઘનો અભાવ જેવી સમસ્યાઓનો અશ્વગંધાથી અસરકારક રીતે ઉપચાર કરી શકાય છે.

નોંધઃ આ લેખ ફક્ત વાંચકોને માહિતી મળી રહે તે હેતુથી શેર કરવામાં આવ્યો છે. તેની સત્યતાની અમે કોઈ ખાતરી આપતા નથી. કોઈ પણ સમસ્યાના નિદાન માટે તમારા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

0Shares