- slider news, Trending News, મનોરંજન

રામાયણના વૉર સીનનો VIDEO VIRAL, યુદ્ધ દરમિયાન પાછળ ઉભેલો સૈનિક કરી રહ્યો છે આવી હરકત

કોરોના વાયરસ મહામારીથી દેશમાં લૉકડાઉન લગાવાયુ છે. એવામાં બૉલીવુડથી લઈ ટીવી ઈન્ડસ્ટ્રી ઠપ પડી ગઈ છે. સામાન્ય લોકો સાથે બૉલીવુડ સ્ટાર્સ પણ પોતાના ઘરોમાં રહેવા મજબૂર છે.

તેમ છતા ઘણા સ્ટાર્સ કોઈ ને કોઈ રીતે પોતાનો ટાઈમ પાસ કરી રહ્યા છે. તાજેતરમાં ટીવી એક્ટર કરણવીર બોહરાએ સોશિયલ મીડિયા પર કેટલાક એવા વીડિયો શેર કર્યા જ્યાર બાદ તે ખુબ જ વાયરસ થઈ ગયો.

હકીકતમાં રામાનંદ સાગરની રામાયણ લૉકડાઉન દરમિયાન દૂરદર્શન પર રી-ટેલીકાસ્ટ થઈ. દૂરદર્શન પર રામાયણના ખતમ થયા બાદ તેને સ્ટાર પ્લસ પર ટેલીકાસ્ટ કરવામાં આવી રહી છે. લોકો જૂના શોઝને ધ્યાનથી જોઈને તેના સીન્સમાં ખામીઓ કાઢીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે.

એવામાં કરણવીર બોહરા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં રામાયણના વૉકર સીનમાં બૈકગ્રાઉનડમાં રહેલો એક સૈનિક યુદ્ધ કરવાની જગ્યાએ ડાન્સ કરી રહ્યો છે. આ સીન ખરેખરમાં ખુબ જ મજેદાર છે. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે સૈનિક તલવારથી પોતાના દુશ્મન સાથે એવી રીતે યુદ્ધ કરી રહ્યો છે જેમ ગરબા રમી રહ્યો હોય.

0Shares