- slider news, Trending News, મનોરંજન

પ્રિયંકા ચોપડા સહિત આ સેલેબ્સનો પ્રાઈવેટ ડાટા સાર્વજનિક કરવાની ધમકી, હેકર્સે માંગ્યા આટલા કરોડ

કોરોના વાયરસથી જ્યાં એક તરફ સમગ્ર દુનિયામાં હાહાકાર મચ્યો છે. ત્યારે બીજી તરફ અપરાધના કેસ પણ દિવસ પ્રતિ દિવસ વધતા જઈ રહ્યા છે. આ દરમિયાન હૈકર્સ તકનો ફાયદો ઉઠાવીને આંતરરાષ્ટ્રીય કંપનીઓ પર અટેક કરી રહ્યા છે અને ભારે ફિરૌતીની માંગ કરી રહ્યા છે. એવા જ એક મામલામાં બૉલીવુડ સ્ટાર પ્રિયંકા ચોપડા પણ ફસાઈ ગઈ છે.

એક મીડિયા કંપનીની ખબર પ્રમાણે, હૈકર્સના એક ગ્રુપે ન્યૂયૉર્ક સ્થિત એન્ટરટેઈનમેન્ટ લૉ ની વેબસાઈટ હેક કરી લીધી છે અને ધમકી આપી છે કે જો એક સપ્તાહમાં તેને 42 મિલિયન ડૉલર એટલે કે લગભગ 317 કરોડ રૂપિયા નહીં આપે તો આ બધા સ્ટાર્સની ખાનગી જાણકારીઓ ઈન્ટરનેટ પર સાર્વજનિક કરી દેશે.

હેકર્સે 12મે એ 21 મિલિયન ડૉલરની રકમ માંગી હતી. પરંતુ 14મે એ આ રકમ બે ગણી કરી દીધી. જો કે લૉ ફર્મે ફિરૌતીની રકમ આપવાની મનાઈ કરી દીધી છે. આ મામલાની તપાસ માટે અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈ લાગેલી છે.

આઈએએમએસના રિપોર્ટમાં વેરાયટીના હવાલેથી જણાવવામાં આવ્યું છે કે હેકર્સે આ ફર્મમાંથી 756gb ડાટા ચોરી કર્યા છે, જેમાં કૉન્ટ્રેક્ટ, ગુપ્ત એગ્રીમેન્ટ્સ ફોન નંબર અને ઈમેલ એડ્રેસેસ છે. સાથે જ કેટલાક ખાનગી પત્ર-વ્યવહાર પણ હેકર્સે કબ્જે કર્યા છે.

જણાવી દઈએ કે સાયબર સિક્યોરિટી ફર્મ એમસિસસૉફ્ટના જણાવ્યા પ્રમાણે, આ હેકિંગ ગ્રુપનું નામ revil એટલે sodninokibi છે. લૉ ફર્મ તરફથી કોઈ કોમેન્ટ જારી નથી કરવામાં આવી. તેમની વેબસાઈટ ઑનલાઈન ચાલી ગઈ છે. ખોલવા પર તેનું માત્ર લોગો નજરે પડે છે.

પ્રિયંકા ચોપડા સાથે લેડી ગાગા, મૈડોના, નિકી મિનાઝ, બ્રુસ સ્પિંગ્સ્ટીન, જેસિકા સિમ્પસમ, માયરા કૈરી. મૈરી જે બ્લિઝ, એલા માઈ, કૈમ ન્યૂટર, બેટર મિડલર, રન ડીએમસી અને ફેસબુકમાંથી ખાનગી જાણકારીઓ છે.

0Shares