- slider news, Trending News, ટેક્નોલૉજી

ક્વાડ કેમેરા સેટઅપ સાથે Samsung Galaxy A21s લોન્ચ, જાણો કિંમત-ફીચર્સ

Samsung Galaxy A21s સ્માર્ટફોન શુક્રવારે લંડનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. અગાઉ આ ફોન કેટલાક લિકમાં જોવા મળ્યો હતો. આ સ્માર્ટફોનમાં સેમસંગે ઇન્ફિનિટી-ઓ ડિસ્પ્લે, ક્વાડ કેમેરા સેટઅપ અને 5,000mAh બેટરી આપી છે. શરૂઆતમાં તે UKમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ પછી તે ભારત સહિત અન્ય બજારોમાં વેચવામાં આવશે.

Samsung Galaxy A21s નું ​​વેચાણ UKમાં 19 જૂનથી શરૂ થશે. તેની પ્રારંભિક કિંમત GBP 179 (લગભગ 16,500 રૂપિયા) રાખવામાં આવી છે. હાલમાં, ભારતમાં આ ફોનને કેટલા સમયમાં લાવવામાં આવશે. આ અંગે કોઈ માહિતી મળી નથી. ગ્રાહકો માટે આ સ્માર્ટફોન બ્લેક, રેડ, વ્હાઈટ અને બ્લૂ કલરમાં ઉપલબ્ધ હશે.

Samsung Galaxy A21s ફોન વિશે જાણીએ

આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચની HD + (720X1600 પિક્સેલ્સ) ઈન્ફિનિચી-o ડિસ્પ્લે છે. આ ફોન એન્ડ્રોઇડ 10 બેસ્ડ One UI પર ચાલે છે. આ ફોનમાં 3GB રેમ અને 32GB સ્ટોરેજ સાથે ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. કાર્ડની મદદથી એક્સટર્નલ મેમરીને 512GB સુધી વધારી શકાય છે.

ફોટોગ્રાફી માટે તેના પાછળના ભાગમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો પ્રાઈમરી કેમેરો 48MPનો છે. આ સિવાય 8MPનો અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરો, 2MP ડેપ્થ કેમેરા અને 2MP મેક્રો કેમેરો પણ છે. સેલ્ફી માટે તેના આગળના ભાગમાં 13MPનો કેમેરો આપવામાં આવ્યો છે.

Samsung Galaxy A21sમાં 5,000mAh ની બેટરી છે અને 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ છે. અહીં રીઅરમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

0Shares