- slider news, Trending News, ટેક્નોલૉજી

Reliance Jioએ લૉન્ચ કર્યો શાનદાર પ્રીપેડ પ્લાન, નહીં કરાવવું પડે વારંવાર રિચાર્જ

દિગ્ગજ ટેલીકૉમ કંપની રિલાયન્સ જિયોએ લૉકડાઉન દરમિયાન ઘરેથી કામ કરનારા યુઝર્સ માટે નવું પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યું છે. આ પ્રીપેડ પ્લાનની કિંમત 999 રૂપિયા છે. યુઝર્સને આ રિચાર્જ પ્લાનમાં દરરોજ 3gb ડાટા સાથે જિયો એપ્સની મફતમાં સબ્સક્રિપ્શન મળશે. તમને જણાવી દઈએ કે કંપનીએ આ પહેલા વર્ક ફ્રૉમ હોમ પ્લાનની સીરીઝ દૂરસંચાર બજારમાં રજુ કર્યું હતું.

Jioનું 999 રૂપિયાવાળુ રિચાર્જ

યુઝર્સને આ પ્લાનમાં પ્રતિદિન 3gb ડાટા સાથે 100sms મળશે. સાથે જ કંપની યુઝર્સને કૉલિંગ માટે 3,000 નૉન-જિયો મિનિટ આપશે. જો કે, યુઝર્સ આ પ્લાનમાં જિયો નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ કરી શકે છે. આ ઉપરાંત યુઝર્સને આ ખાસ રિચાર્જ પ્લાનમાં જિયો પ્રીમિયમ એપ્સમાં સબ્સક્રિપ્શન પણ મફતમાં આપવામાં આવશે. જ્યારે આ પેકની વૈધતા 84 દિવસોની છે.

રિલાયન્સ જિયોએ તાજેતરમાં વર્ક ફ્રૉમ હોમ માટે એક પ્રી-પેડ પ્લાન રજુ કર્યો છે, જેની કિંમત 2,399 રૂપિયા છે. તેની વૈધતા 365 દિવસની છે અને તેમાં દરરોજ 2gb ડાટા મળશે. તદ્દપરાંત આ પ્લાનામાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ અને મેસેજિંગની સુવિધા મળશે. સાથે જ જિયો એપ્સના સબ્સક્રિપ્શન પણ મળશે.

0Shares