- slider news, Trending News, મનોરંજન

અનુષ્કા શર્માની પાતાલ લોકને દર્શકોએ આપ્યો આવો રિસ્પૉન્સ

અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં બનેલી વેબ સીરીઝ પાતાલ લોક રિલીઝ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર તેના ગુણગાન પણ શરૂ થઈ ગયા છે. જયદીપ અહલાવત અને અભિષેક બેનરજી સ્ટારર આ સીરીઝ ક્રાઈમ, ફેક ન્યુઝ, આતંકવાદ અને અન્ય ચીજો વિશે વાત કરે છે.

દર્શકોને પસંદ આવી રહ્યો છે શો

ટ્વીટર પર લોકોએ સીરીઝને લઈ પોતાનો અભિપ્રાય રજુ કર્યો છે. લોકોને પાતાલ લોક પસંદ આવી રહી છે અને તેને લઈ તે પોતાની ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે. ડ્રામા, થ્રિલ અને રોમાંચથી ભરેલી વેબ સીરીઝ પાતાલ લોક દર્શકોને પસંદ આવી અને તેમણે ટ્વીટર પર તેના વિશે વાત કરી.

જ્યાં કોઈ યુઝર આને સારા કન્ટેન્ટખી ભરેલું કહી રહ્યો છે તે કોઈ એક્ટર્સના કામના વખાણ કરી રહ્યો છે. એવામાં એક યુઝર્સે તો તેને મિરઝાપુરથી પણ સારી જણાવી છે. વાંચો લોકોનો રિવ્યૂ અહીઃ

જણાવી દઈએ કે પાતાલ લોક, અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સ હેઠળ બની છે. તેની કહાની ને સુદીપ શર્માએ લખી છે. સીરીઝમાં જયદીપ અહલાવત, અભિષેક બેનરજી, નીરજ કબી, ગુલ પનાગ સાથે અન્ય એક્ટર્સ છે.

0Shares