- slider news, Trending News, રાષ્ટ્રીય સમાચાર, વિશિષ્ટ સમાચાર

લાલ ટામેટામાં કાળો વાયરસ, એક વર્ષ માટે બંધ કરવું પડી શકે છે ઉત્પાદન!

મુંબઇ: મહારાષ્ટ્રના ખેડુતો આજકાલ નવા રોગથી પરેશાન છે. કોરોના વાયરસની સાથે, હવે ટામેટાના પાકમાં પ્રવેશતા વાયરસથી મુશ્કેલીમાં મુકાયા છે. વાયરસના પ્રવેશને કારણે ટામેટા પાકનો નાશ થઈ રહ્યો છે.

હજારો એકરની ખેતી બગડી રહી છે. ખેડુતો તેને ‘તિરંગા વાયરસ’ કહી રહ્યા છે. કોઈપણ શાકભાજી મોટાભાગે ટામેટાં વિના અધૂરી રહે છે અને આવી સ્થિતિમાં ખરાબ થઈ રહેલો પાક ખેડૂતો માટે મુશ્કેલીકારક બની રહ્યો છે.

હવે ટામેટામાં એક નવો વાયરસ દાખલ થયો છે. આને કારણે, ટામેટાની ખેતીમાં ઉત્પાદિત ટામેટાંના રંગ અને કદમાં તફાવત આવી રહ્યો છે. ખેડુતો આને તિરંગા વાયરસ કહી રહ્યા છે. આ વાયરસને લીધે, ટામેટાંમાં ખાડા પડી રહ્યા છે અને અંદરથી કાળા થઈને સળવા લાગ્યા છે. ટમેટા ઉપર પીળા ચિટ્ટા થવાને કારણે હવે તેની ખેતી પર જોખમ મંડરાઈ રહ્યું છે. એક વર્ષ માટે તેનું ઉત્પાદન બંધ કરવું પડી શકે છે. આવી વાતો પણ સામે આવી રહી છે.

ટામેટા ઉત્પાદક ખેડૂત રમેશ વાકલેના જણાવ્યા મુજબ, “અમારા ઉત્પાદિત ટામેટાં ખેતરમાં પીળા થઈ રહ્યા છે. તેમના ખરીદદારો બજારમાં મળી રહ્યા નથી. એક તો કોરોનાનો માર અને હવે પાક બગડી રહ્યો છે. અમારું જીવવું મુશ્કેલ બન્યું છે.”

ખેડૂત રંગનાથ ભાલકેએ કહ્યું, “અમારો પાક બગડતો જઈ રહ્યો છે. અમને ટામેટામાં ત્રણ રંગ દેખાઈ રહ્યા છે. અમારા ટામેટાના પાકમાં કયો વાયરસ આવ્યા તે ખબર નથી. અમે તેને ‘તિરંગા વાયરસ’ તરીકે સંબોધન કરી રહ્યા છીએ.”

છેલ્લા કેટલાક વર્ષોમાં, મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરી અને એપ્રિલ દરમિયાન ટામેટાની ખેતીમાં વધારો થયો છે. ટામેટાની ખેતી એ રોકડીયો પાક છે. ખેડુતો આ ખેતી માટે સખત મહેનત કરે છે. એક એકર ખેતી પાછળ આશરે એકથી બે લાખ રૂપિયા ખર્ચ થાય છે. ફેબ્રુઆરીમાં વાવેલા ટમેટાંના છોડમાં, એવું જોવા મળ્યું હતું કે ટામેટાં પીળા થઈ રહ્યા છે, પાછળથી તેમનો રંગ સફેદ પણ થઈ ગયો અને ધબ્બાઓ દેખાવા લાગ્યા.

ટામેટાં અંદરથી સડી ગયા છે. સંગમનેર અને અકોલાના ખેડૂતો ટામેટામાં નવા વાયરસથી નારાજ છે. અહમદનગર જિલ્લાના અકોલા અને સંગમનેર ભાગના 5 હજાર એકર વિસ્તારના ટમેટા ઉપર ‘તિરંગા વાયરસ’ની અસર થઈ છે.

0Shares