- slider news, Trending News, ટેક્નોલૉજી

Samsung આપી રહ્યું છે TV, ફ્રિજ અને ACની ખરીદી પર ભારે કેશબેક, સાથે મળશે આ શાનદાર ઑફર

લૉકડાઉન વચ્ચે સેમસગે પોતાના ડિજિટલ એપ્લાયન્સ પર શાનદાર ઑફરની જાહેરાત કરી છે. હકીકતમાં, સેમસંગે ‘સ્ટે હોમ, સ્ટે હેપ્પી, લૉગ ઈન ટૂ ગ્રેટ ઑફર્સ’ નામથી આ પ્રોગ્રામ ચલાવ્યો છે. સેમસંગ પોતાના તમામ ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો-ટેલીવિઝન, રેફ્રિજરેટર, એર કંડીશનર, વૉશિંગ મશીન અને સ્માર્ટ ઓવેન પર આ ઑફરો આપશે.

જણાવી દઈએ કે ઉપભોક્તા સેમસંગરની દુકાનો પરથી પોતાના પસંદગીના ઉત્પાદનોની પ્રી-બુકીંગ કરાવી શકે છે. આ પ્રી બુકિંગ 08 મે 2020 સુધી કરી શકાશે. આ ઑફરો પર એક્સપ્રેસ ડિલીવરી ઉપરાંત 15 ટકા કેશબેક અને 18 મહિના સુધીની લાંબી સમયની મર્યાદાએ વગર વ્યાજે ઈએમઆઈની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

જણાવી દઈએ કે કોરોના વાયરસ ‘કોવિડ-19’ મહામારી ફેલવાથી રોકવા માટે સેમસંગે સાવચેતીના ભાગરૂપે પોતાના રિટેલ અને ડિસ્ટ્રીબ્યૂશન ચેનલો વચ્ચે આવી વ્યવસ્થા તૈયાર કરી છે.

જેનાથી ગ્રાહકોને પોતાના ઘરમાંથી બહાર નિકળ્યા વગર જ પ્રોડક્ટનું પ્રી-બુકિંગ કરવાની સુવિધા મળી શકશે. ગ્રાહક સેમસંગના શો રૂમ અને સેમસંગ પ્રોડક્ટનું ઑનલઆઈન બુકિંગ પણ કરી શકે છે. જણાવી દઈએ કે આ ઑફર અંતર્ગત કંપની પ્રી-બુકિંગ પર 15 ટકાનું કૈશબેક ઑફર કરી રહી છે.

જો કે, તેના માટે જરૂરી છે કે તમે ચૂકવણી એચડીએફસીના ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પરથી કરો. આ સાથે જ તમે સેમસંગ પ્રોડક્ટને નો-કૉસ્ટ ઈએમઆઈ, 18 મહિના સુધીના લૉન્ગ ટર્મ ફાઈનાન્સ ઑપ્શન પર પણ ખરીદી શકો છો.

0Shares