- slider news, લાઈફ સ્ટાઈલ, વર્લ્ડ ન્યૂઝ, વિશિષ્ટ સમાચાર

તો શું દુનિયામાંથી ક્યારેય નહીં જાય કોરોના!, WHOના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું ચોંકાવનારું નિવેદન

કોરોના વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ ત્રણ લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. બીજી તરફ, વિશ્વભરના વૈજ્ઞાનિકો કે જેઓ કોરોનાની રસી બનાવવામાં લાગ્યા છે તેમને સફળતા નથી મળી રહી.

દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઇકલ જે. રાયને ચોંકાવનારી વાત કહી છે. બુધવારે રાયને કહ્યું હતું કે, કોરોના વાયરસ એ વિશ્વમાં એ વાયરસની જેમ રહી શકે છે જે ક્યારેય નહીં જાય જેમ કે એચ.આય.વી.

તેમણે કહ્યું કે, કોરોના વાયરસ આપણા સમુદાયમાં ક્યારેય સમાપ્ત ન થનારા વાયરસ બની શકે છે, જે બની શકે છે કે ક્યારેય પાછો ન જાય. ડબ્લ્યુએચઓ હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડ. રાયને કહ્યું કે, “એ વાતનું પણ આપણે ધ્યાન રાખવું પડશે કે એચઆઈવી પણ ક્યાય નથી ગયો. ડૉ. રયાને કહ્યું કે, હું આ બંન્ને બીમારીઓની તુલના નથી કરી રહ્યો પરંતુ હું વિચારુ છું કે એ જરૂરી છે કે આપણે વાસ્તવિકતા માનનારા હોઈએ. મને નથી લાગતુ કે કોઈ આ વાતની ભવિષ્યવાણી કરી શકે છે કે ક્યારે અને કેવી રીતે આ બીમારી ગાયબ થઈ જશે.”

તમને જણાવી દઇએ કે, આ અગાઉ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં કોરોના વાયરસના વિશેષ દૂત ડ. ડેવિડ નૌબોરોએ પણ કહ્યું હતું કે, “સૌથી ખરાબ સ્થિતિ એ હોઈ શકે કે ત્યાં ક્યારેય કોઈ રસી ન આવે.” ડો.નાબોરોએ કહ્યું કે, લોકોની આશાઓ વધી રહી છે અને પછી ખતમ થઈ રહી છે, કારણ કે છેલ્લી મુશ્કેલીઓ પહેલા પણ ઘણા ઉકેલો નિષ્ફળ થઈ રહ્યા છે. “

નોંધપાત્ર વાત એ છે કે, ચાર દાયકાઓથી અત્યાર સુધીમાં 32 મિલિયન લોકો એચ.આય.વી.થી મૃત્યુ પામ્યા છે, પરંતુ વિશ્વનો કોઈ દેશ તેની રસી શોધી શક્યો નથી. જ્યારે, જો આપણે ડેન્ગ્યુની વાત કરીએ તો દર વર્ષે ચાર લાખ લોકો પ્રભાવિત થાય છે. જો કે, કેટલાક દેશોમાં 9–45 વર્ષની વયના લોકો માટે ડેન્ગ્યુની રસી ઉપલબ્ધ છે.

0Shares