- Trending News, ટેક્નોલૉજી

આરોગ્ય સેતુ એપ્લિકેશનના રજિસ્ટર્ડ યુઝર્સ 10 કરોડને પાર

આરોગ્ય સેતુ એપ્લિકેશને 10 કરોડ રજિસ્ટર્ડ યુઝર્સના આંકડાને પાર કરી લીધો છે. આરોગ્ય સેતુ એપે લોન્ચિંગના 41 દિવસમાં આ મોટું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. સરકારની સત્તાવાર સંપર્ક-ટ્રેસિંગ એપ્લિકેશન 2 એપ્રિલના રોજ શરૂ કરવામાં આવી હતી.

લોન્ચ થયાના થોડા દિવસો પછી જ આરોગ્ય સેતુ એપ્લિકેશનના વપરાશકારોની સંખ્યા 5 કરોડને વટાવી ગઈ હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં તે વિશ્વની સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્સમાંની એક બની ગઈ હતી.

એરોગ્ય સેતુ એપ્લિકેશન વિશે જાણીએ

સ્માર્ટફોન દ્વારા ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી તમે આરોગ્ય સેતુ એપ્લિકેશન મફતમાં ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશન 11 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. ઇન્સ્ટોલેશન કર્યા પછી તેને સેટઅપ કરવું સરળ છે. લોકેશન અને બ્લૂટૂથને તમારે હંમેશા ઓન રાખવાનું છે.

નોંધણી પ્રક્રિયા માટે તમારા ફોન પર એક OTP મોકલવામાં આવશે. ઓટીપી દાખલ કર્યા બાદ તમારે તમારી વ્યક્તિગત વિગતો અહીં ભરવાની રહેશે.

નામ, સરનામું, ઉંમર, વ્યવસાય, મુસાફરીની વિગતો, આ ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે, તમારે અહીં ભરવાનું રહેશે. જો તમે ઇચ્છો, તો તમે 20-સેકન્ડની સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટ કરી શકો છો, પરંતુ તે બાદમાં પણ કરી શકાય છે.

આ એપ્લિકેશનમાં સેલ્ફ ટેસ્ટનું ઑપ્શન છે જેમાં તમારી આરોગ્ય માહિતી માટે પૂછવામાં આવશે. જો પૂછેલા પ્રશ્નના જવાબના આધારે, આ એપ્લિકેશન સૂચવે છે કે તમને કોરોનાનાં લક્ષણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં, આ એપ્લિકેશન તમારા ડેટાને સરકારને મોકલે છે. આ પછી, આરોગ્ય મંત્રાલય દ્વારા તમારા માટે આઈસોલેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આરોગ્ય સેતુ એપ્લિકેશનને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જો કોઈ આયોગ્ય સેતુ એપ યુઝર્સ તમારી પાસેથી પસાર થાય છે અને તેની COVID-19 ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે અથવા કોરોનાનાં લક્ષણો છે, તો તમને તેની સૂચના નોટિફકેશન દ્વારા જાણ કરવામાં આવશે.

એ જ રીતે, જો તમને કોરોનાનાં લક્ષણો છે અથવા તે પરીક્ષણના પૉઝિટિવ હોવાનું જણાયું છે, તો એવામાં આરોગ્ય સેતુ વપરાશકર્તાઓને આગાહ કરવામાં આવશે.

0Shares