- Trending News, મનોરંજન

લૉકડાઉનમાં સલમાને જેકલીન સાથે પોતાના ફેન્સને આપી ભેટ, જુઓ VIDEO

કોરોના વાયરસ મહામારીથી દેશમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એવામાં બૉલીવુડથી લઈ ટીવી ઈન્ડસ્ટ્રી ઠપ પડી ગઈ છે. સામાન્ય લોકોની સાથે બૉલીવુડ સ્ટાર પણ પોત-પોતાના ઘરોમાં રહેવા મજબૂર છે. તેમ છત્તા ઘણા સ્ટાર્સ કોઈ ને કોઈ રીતે પોતાના સમય પસાર કરી રહ્યા છે.

તાજેતરમાં સલમાન ખાને ઘર પર કંટાળાનો અનુભવ કરી રહેલા ફેન્સને એક સારી ભેટ આપી છે. સલમાન ખાનનું લૉકડાઉન વચ્ચે એક રોમેન્ટિક ટ્રેક તેરે બિના રિલીઝ થયું છે. રિલીઝ થયેલા ગીતમાં સલમાન જેકલીન ફર્નાન્ડિસ સાથે જોવા મળી રહ્યા છે.

સલમાન ખાન અને જેકલીનના આ ગીતને અજય ભાટિયાએ કંપોઝ કર્યું છે. આ ગીતના લિરિક્સ શબ્બીર અહેમદે લખ્યા છે. આ વીડિયોના ડાયરેક્ટર સલમાન ખાન જ છે. સલમાન અને જેકલીનનુ આ આખુ સોંગ તેમના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં શૂટ કરવામાં આવ્યું છે.

હકીકતમાં લૉકડાઉનના કારણે સલમાન ખાન પોતાના પનવેલના ફાર્મ હાઉસ પર ફસાયેલા છે. ત્યાં તેમના પરિવારના અન્ય લોકો પણ સાથે રહી રહ્યા છે. સલમાન ખાન સાથે જૈકલીન પણ ત્યાં જ છે. આ વીડિયોમાં પનવેલના ફાર્મ હાઉસને સારી રીતે કેપ્ચર કરવામાં આવ્યું છે.

0Shares