- Trending News, ટેક્નોલૉજી, વાઇરલ ન્યૂઝ

Zoom એપ પર બાળકો કરી રહ્યા હતા ઑનલાઈન અભ્યાસ, અચાનક ચાલુ થઈ ગયું ન થવાનું

કોરોના વાયરસના ચેપના ફેલાવાને રોકવા માટે વિશ્વના મોટાભાગના દેશોમાં લોકડાઉન ચાલુ છે. આવી સ્થિતિમાં, બાળકોની શાળાઓ પણ બંધ છે અને મોટાભાગના બાળકો ઓનલાઇન ક્લાસ લઈ રહ્યા છે. આ દિવસોમાં ઑનલાઇન મીટિંગ્સ અને ક્લાસ માટે ઝૂમ એપ્લિકેશનનો ખૂબ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ ઝૂમ પર ક્લાસ કરતી વખતે 60 બાળકો ત્યારે ડરી ગયા જ્યારે, અચાનક તેના પર પોર્ન વીડિયો શરૂ થઈ ગયો.

બીબીસીના જણાવ્યા અનુસાર આ ઘટના લંડનની છે જ્યાં હેકરે એપ પર એક પોર્ન વીડિયોને હેકિંગ દ્વારા ચલાવ્યો હતો જ્યારે બાળકો ઝૂમ પર ઑનલાઇન અભ્યાસ કરતા હતા. તે સમયે બાળકો અને યુવા સહભાગીઓ ઝૂમ એપ્લિકેશન દ્વારા ફિટનેસ ક્લાસ લઈ રહ્યા હતા.

સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, હેકરની હજુ ઓળખ થઈ નથી પરંતુ તેણે ઝૂમ કોલનો ડેટા ઑનલાઇન પોર્ટલ પરથી લીધો હતો જ્યાં તેને પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

આ મામલાની તપાસ કરી રહેલા એક અધિકારીએ કહ્યું કે, ‘અમે પ્લાયમાઉથ સેફગાર્ડિંગ ચિલ્ડ્રન પાર્ટનરશિપ સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને હું વિનંતી કરું છું કે જો તમે આનાથી પ્રબાવિત થયા છો, તો તમારે આગળ આવવું જોઈએ અને અમને જણાવો કે તમે કોણ છો જેથી અમે તમને જરૂરી સલાહ અને સહાયતા પૂરી પાડી શકીએ.”

પોલીસ અધિકારીઓએ લોકોને તેમના ઉપકરણોની સુરક્ષા સેટિંગ્સ બદલવા વિનંતી કરી છે. બાળકોની ચેરિટી માટે કાર્યરત સંસ્થા એન.એસ.પી.સી.સી.એ મીડિયાને જણાવ્યું હતું ,કે ઝૂમ પર બાળ લૈંગિક શોષણની ઘણી તસવીરો બતાવવામાં આવી છે, જે ચિંતાનો વિષય છે.

0Shares