- Trending News, મનોરંજન

ક્રાઈમ પેટ્રોલ ફેમ એક્ટર શફીક અંસારીનું મુંબઈમાં નિધન, કેન્સરે લીધો જીવ

ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ક્રાઇમ પેટ્રોલ ફેમ અભિનેતા શફીક અંસારીનું અવસાન થયું છે. શફીક ઘણા વર્ષોથી કેન્સર સામે જંગ લડી રહ્યાં હતા. પરંતુ અંતે તેઓ કેન્સર સામેના યુદ્ધમાં હારી ગયા. તેમનું મુંબઇમાં અવસાન થયું હતું.

શફીકના મોત પર સિંતાએ દુ:ખ વ્યક્ત કર્યું

શફીકના નિધનથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ચાહકો સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. સિંટા (સિને અને ટીવી આર્ટિસ્ટ એસોસિએશન) એ પણ શફીકના મોત પર દુ: ખ વ્યક્ત કર્યું છે. સિંતાએ ટ્વીટ કરીને લખ્યું- શ્રી અંસારી શફીકના અવસાન પર અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. શફીક જૂન 2008થી સિન્ટાના સભ્ય પણ હતા.

શફીક અંસારીએ સહાયક નિર્દેશક અને લેખક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે અભિનય ક્ષેત્રે પગ મૂક્યો. શફીક ઘણા વર્ષોથી કેન્સર સામે લડી રહ્યા હતા. શફીક ક્રાઇમ પેટ્રોલ સિવાય ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે.

શફીક અંસારી અમિતાભ બચ્ચનની ફિલ્મ બાગબાનના સ્ક્રીનરાઈટરમાંથી એક હતા. શફીકે લેખક દોસ્ત, ઇજ્જતદાર, પ્રતિજ્ઞા, દિલ કા હીરા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

0Shares