- Trending News, ટેક્નોલૉજી

ભારતમાં આજે લોન્ચ થશે Realmeના 2 સ્માર્ટફોન Narzo 10, 10A

ચીનની સ્માર્ટફોન કંપની Realme આજે ભારતમાં પોતાના બે સ્માર્ટફોન Realme Narzo 10 અને Narzo 10A લોન્ચ કરી રહી છે. આ બંન્ને સ્માર્ટ ફોન માર્ચમાં લોન્ચ થવાના હતા, પરંતુ કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે મોકૂફ રાખવામાં આવ્યા હતા.

Realme Narzo 10, Narzo 10A લોન્ચિંગ ઇવેન્ટ બપોરે શરૂ થશે. તમે આ ઇવેન્ટને YouTube પર લાઇવ જોઈ શકશો. આ સિવાય હેન્ડલ પર ઓફિશિયલ સોશિયલ મીડિયા પણ જોઇ શકાશે.

કંપનીએ કહ્યું છે કે, આ લોન્ચ પ્રસ્તુતિ લોકડાઉન પહેલાં રેકોર્ડ કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે કંપનીએ આ માટે તમામ સલામતીનાં પગલાં લીધાં છે.

Realme Narzo 10 ફિચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ચાર રીઅર કેમેરા આપવામાં આવ્યા છે. તેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 8 મેગાપિક્સલનો વાઇડ એંગલ અને એક-એક મોનોક્રોમ અને મેક્રો સેન્સર આપવામાં આવ્યું છે.

Realme Narzo 10 સિરીઝની કિંમત 15,000 રૂપિયાની અંદર રાખવામાં આવી શકે છે. આ સ્માર્ટફોનમાં આપવામાં આવેલા સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Realme Narzo 10માં 6.5 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોનમાં MediaTek G80 પ્રોસેસર સાથે બે રેમ વિકલ્પો આપવામાં આવ્યા છે.

Realme Narzo 10A વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં Helio G70 પ્રોસેસર હશે, જોકે તેમાં અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ હશે અને તેમાં એન્ડ્રોઇડ 10 સપોર્ટ આપવામાં આવશે.

0Shares