- slider news, Trending News, ટેક્નોલૉજી, રાષ્ટ્રીય સમાચાર

બોયઝ લોકર રૂમ: છોકરીએ જ ફેક આઈડી બનાવીને કરી હતી ગેંગરેપની વાત

‘બોયઝ’ લોકર રૂમ’ ગ્રુપને લઈ એટલો બધો હંગામો મચાવી દીધો કે તેમાં ગેંગરેપ થવાની ચર્ચા થઈ રહી હતી, હકીકતમાં તે ખોટી નિકળી. એટલે કે, જે ચેટ વિશે સૌથી વધુ હોબાળો થયો તે ‘બોયઝ લોકર રૂમ’ ગ્રુપનું હતું જ નહી. તપાસ અધિકારીને બાતમી મળી છે કે આ ચેટ બીજી આઈડીથી કરવામાં આવ્યું હતું, જેને ચલાવતી એક સગીર છોકરી છે. તે છોકરાના નામે બનાવટી આઈડી બનાવીને બીજા છોકરા સાથે વાત કરી રહી હતી.

આ ચેટ માર્ચ મહિનાનું છે, જે ફક્ત બે જ લોકોની વચ્ચે થઈ હતી. આ વાર્તાલાપ કોઈપણ ગ્રુપમાં કરવામાં આવ્યો ન હતો. ભૂલથી આ સ્ક્રીન શૉટ બોયઝ લોકર રૂમમાં કરવામાં આવેલી વાતચીતના નામે વાયરલ થયો હતો.

જ્યારે તપાસ અધિકારીએ આ કેસની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે બોયઝ લોકર રૂમમાં ગેંગરેપની કોઈ વાત જ નહોતી થઈ. હવે સવાલ એ ઉભો થાય છે કે સગીર યુવતી કેમ નકલી આઈડી બનાવીને બીજા છોકરા સાથે ગેંગરેપવાળી વાતો કરી રહી હતી?

અધિકારીઓએ કહ્યું કે, આ યુવતી નકલી આઈડી બનાવીને બીજા છોકરાનું ચરિત્ર જાણવા માંગતી હતી. તેથી તેણે તેની સાથે જાણી જોઈને આવી ગંદી વાતો કરી હતી. પરંતુ જ્યારે ‘બોયઝ લોકર રૂમ’ની વાતચીત વાયરલ થઈ ત્યારે આ બંનેની વાતચીત પણ સાથે વાયરલ થઈ ગઈ.

આ કેસમાં ગ્રુપ એડમિનની પહેલાથી જ ધરપકડ થઈ ચૂકી હતી. પોલીસે એક સગીરની ધરપકડ પણ કરી છે. આ સિવાય સાયબર સેલે એક ડઝન જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ પણ કરી હતી.

સાયબર સેલે તેના વિશે ઇન્સ્ટાગ્રામ અને તકનીકી આધાર પર કેટલીક માહિતી મેળવી હતી, ત્યારબાદ કેટલાક વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી.

સાયબર સેલના જણાવ્યા પ્રમાણે, બોયઝ લોકર રૂમ ગ્રુપ સાથે સંકળાયેલા કુલ 27 સભ્યોમાંથી કેટલાકે કહ્યું કે, તેઓએ ગ્રુપમાં કોઈ અભદ્ર અને અશ્લીલ ટિપ્પણીઓ કરી જ નથી. તેઓ ચેટનો ભાગ પણ નથી રહ્યા.

0Shares