- slider news, Trending News, મનોરંજન

કોરોના વાયરસ અંગે KBCનો પહેલો સવાલ, શું તમને ખબર છે જવાબ?

ભારતીય ટેલીવિઝનનો સૌથી ચર્ચિત અને લોકપ્રિય રિયાલિટી ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 12મી સીઝન કોરોના હોવા છત્તા પ્રસારિત કરવામાં આવશે. શો ના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શનિવારે શરૂ કરી દેવામાં આવી છે.

શનિવારે સાંજે અમિતાભ બચ્ચને રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે પહેલો સવાલ પૂછ્યો. આ સવાલ કોરોના સાથે સંબંધિત હતો. તો શું તમને આ સવાલનો જવાબ આવડે છે. બિગ બીએ પૂછ્યું હતું કે- ચીનમાં સૌથી પહેલો ક્યાં કોરોના વાયરસ (covid-19) બીમારીની ઓળખ કરવામાં આવી હતી?

વિકલ્પ છે-

a. શેનજોઉ

b. વુહાન

c. બેઈજિંગ

d. શંઘાઈ

જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનનો શો કોન બનેગા કરોડપતિની 12મી સીઝન ટૂંક સમયમાં જ શરૂ થવાની છે. શો નો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવી ચૂક્યો છે. અમિતાભ 22મે સુધી દરરોજ રાત્રે એક નવો સવાલ પૂછશે. કેબીસી સીઝન 12 માટે તમારુ રજિસ્ટ્રેશન કરવા માટે આ સવાલોના સાચા જવાબ એસએમએસ કે sonyliv એપના માધ્યમથી આપવાના રહેશે.

0Shares