- Trending News, મનોરંજન

આ તારીખે ZEE 5 પર રિલીઝ થશે નવાઝુદ્દીન સિદ્દીકીની “ઘૂમકેતુ”

નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ઘૂમકેતુની ચર્ચાઓ ઘણા સમયથી સાંભળવા મળી રહી છે. દરેક લોકો આ ફિલ્મના નિર્માણ અને રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા હતા. હવે આ ફિલ્મ જી 5 પર રીલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘૂમકેતુમાં નવાઝુદ્દીન સાથે અનુરાગ કશ્યપ, ઇલા અરૂણ, રઘુબીર યાદવ, સ્વાનંદ કિરર્કિરે અને રાગિની ખન્નાએ કામ કર્યું છે. તે 22 મેના રોજ રીલિઝ થશે.

આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે, જેમાં નવાઝુદ્દીન સિદ્દીકી એક લેખકની ભૂમિકા નિભાવી રહ્યાં છે. આ ફિલ્મમાં અનુરાગ કશ્યપ પોલીસ અધિકારીની ભિમૂકા નિભાવી રહ્યાં છે. ઘૂમકેતુનું નિર્દેશન પુષ્પેન્દ્ર નાથ મિશ્રાએ કર્યું છે અને તેનું નિર્માણ ફેન્ટમ ફિલ્મ્સ અને સોની પિક્ચર્સ નેટવર્ક હેઠળ થયું છે.

ઘૂમકેતુમાં લીડ સ્ટારકાસ્ટ ઉપરાંત અમિતાભ બચ્ચન, રણવીર સિંહ, સોનાક્ષી સિંહા, ચિત્રાંગદા સિંહ, લૉરેન ગોટલીબ અને ફિલ્મ નિર્માતા નિખિલ અડવાણી ખાસ દેખાવમાં જોવા મળશે. ઘૂમકેતુ વિશે વાત કરતા નવાઝુદ્દીને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ‘ઘૂમકેતુ એક મજેદાર અને આ પહેલાં કદી ન જોયેલું પાત્ર છે. મને તે પાત્ર નિભાવવાની મજા આવી. મોટાભાગે અનુરાગ કેમેરાની પાછળ રહે છે, આ વખતે તે મારી સાથે સ્ક્રીન શેર કરે છે. અભિનેતા તરીકે તેની સાથે કામ કરવું એ એક જબરદસ્ત અનુભવ હતો.

0Shares