- Trending News, રાષ્ટ્રીય સમાચાર, શિક્ષણ

CBSE Board Exam: આ તારીખે યોજાશે ધો.10-12ની બાકીની પરીક્ષા

કોરોના સંક્રમણને કારણે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉન 17 મે સુધી ચાલશે. આ દરમિયાન માનવ સંસાધન વિકાસ મંત્રી ડો.રમેશ પોખિરયાલે એક ટ્વીટ દ્વારા માહિતી આપી છે કે CBSC બોર્ડની બાકીની પરીક્ષાઓ જુલાઈ મહિનામાં લેવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, લાંબા સમયથી CBSEની ધોરણ-10 અને 12ની બાકી રહેલી પરીક્ષાઓની તારીખની રાહ જોવાતી હતી, આજે આ પરીક્ષાઓની તારીખ 1.07.2020 થી 15.07.2020 ની વચ્ચે નક્કી કરવામાં આવી છે.

ટ્વીટ

https://twitter.com/DrRPNishank/status/1258723184209100800

જણાવી દઈએ કે, સીબીએસઇએ કહ્યું હતું કે જો તેમને દસ દિવસનો સમય આપવામાં આવશે, તો તેઓ બાકીની પરીક્ષાઓ પૂર્ણ કરીને મૂલ્યાંકન કાર્ય શરૂ કરી શકે છે. હવે આ તારીખો જાહેર થયા બાદ માનવામાં આવી રહ્યું છે કે સીબીએસઇ ઓગસ્ટમાં પરિણામ જાહેર કરશે.

સાથે જ CBSCએ સ્પષ્ટ કરી દીધું છે કે, ધોરણ 10ની બાકી રહેલી પરીક્ષા માત્ર દિલ્હીના ઉત્તર પૂર્વ જિલ્લામાં જ યોજાશે. બાકી CBSC બોર્ડ ધોરણ-12ના 29 મુખ્ય વિષયોની પરીક્ષા જ લેશે.

સીબીએસઈના સેક્રેટરી અનુરાગ ત્રિપાઠીએ સ્પષ્ટ કર્યું હતું કે સીબીએસઈ બોર્ડ ઉત્તર પૂર્વ દિલ્હી સિવાય ક્યાંય પણ દસમાની પરીક્ષા નહીં લે. સચિવે કહ્યું હતું કે હવે ધોરણ-10ની બોર્ડની પરીક્ષામાં ફક્ત 1-2 પરીક્ષાઓ બાકી છે. આ માટે, અમે પહેલેથી લેવામાં આવેલી પરીક્ષાનું આંતરિક આકારણી કરીશું, જેમાં અમે બાકીની પરીક્ષા માટે એવરેજ અને અન્ય ફોર્મૂલાથી પરિણામ આપીશું.

સીબીએસઈના સેક્રેટરીએ જણાવ્યું કે હાલમાં ધોરણ 10 માટે કોઈ નવી પરીક્ષા જરૂરી નથી. આ બાકીની પરીક્ષાઓ ફક્ત દિલ્હીના ઉત્તર પૂર્વ જિલ્લામાં જ લેવામાં આવશે, કારણ કે સાંપ્રદાયિક હિંસાને કારણે મોટી સંખ્યામાં બાળકોની પરીક્ષાઓ ચૂકી ગઈ હતી. તે જ સમયે, ધોરણ-12 વિશે જણાવીએ તો સીબીએસઈ બોર્ડ માત્ર 29 મુખ્ય વિષયોની પરીક્ષા લેશે, નીચે જુઓ તે વિષયો કયા છે.

0Shares