- slider news, Trending News, ટેક્નોલૉજી

Googleનું ખાસ ડુડલ, લૉકડાઉન દરમિયાન ઘરે બેઠા રમો આ લોકપ્રિય ગેમ

લૉકડાઉનના કારણે લોકો પોતાના ઘરોમાં છે અને એવામાં તેમને કંટાળો પણ આવી રહ્યો છે. તેમનો કંટાળો દૂર કરવા માટે દિગ્ગજ સર્ચ એન્જિન કંપની ગુગલ છેલ્લા 10 દિવસોથી પોતાના ડુડલની સાથે લોકપ્રિય ગેમ્સ રજુ કરતુ આવી રહ્યું છે.

હવે આ અનુસંધાનમાં પોતાના ડુડલમાં વધુ એક ખાસ ગેમને દર્શાવી છે, જેનું નામ પૈક-મૈન છે. આ પહેલા ગુગલ હિપ-હૉપ અને Loteria જેવી શાનદાર ગેમ લૉન્ચ કરી ચૂક્યું છે.
 
પૈક-મૈન ગેમનો ઈતિહાસ

વર્ષ 2010માં ગુગલે આ ડૂડલ ગેમને પૈક-મૈન ગેમની 30મી એનિવર્સરીના ખાસ અવસરે લૉન્ચ કરી હતી. તમને જણાવી દઈએ કે પૈક-મૈન ગેમને સૌથી પહેલા 1980માં રજુ કરી હતી. જ્યારે, આ ગેમને હાલ પણ બાળકોથી લઈ મોટા ખુબ જ પસંદ કરે છે.

આ રીતે રમો પૈક-મૈન ગેમ

જો તમે પણ પૈક-મૈન ગેમને રમવા માંગો છો, તો તમારે સૌથી પહેલા ગુગલના ડુડલ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારી સામે એક પેજ ઓપન થશે. અહીં તમને પ્લે બટન મળશે. જેવું તમે તેના પર ક્લિક કરશો, તો તમે સીધા ગેમમાં પહોંચી જશો.

હવે તમને અહીં એક બોર્ડ દેખાશે, જેમાં ગુગલ લખેલું હશે. તે ઉપરાંત એક પૈક-મૈન, બિંદિ અને કેટલાક ભૂત પણ દેખાશે. ગેમ જીતવા માટે તમને પૈક-મૈનને ભૂતોથી બચાવતા રસ્તો નિકાળવાનો છે અને તેના માટે તમને ત્રણ તક મળશે.

હિપ-હૉપ ગેમને કરી હતી લૉન્ચ

ગુગલે આ પહેલા ડુડલ મારફતે લોકપ્રિય હિપ-હૉપ ગેમને લૉન્ચ કરી હતી. આ ગેમને 2017માં પહેલાવીર રજુ કરી હતી. જ્યારે, આજે પણ લોકો આ ગેમને ખુબ જ પસંદ કરે છે.

0Shares