- slider news, Trending News, મનોરંજન

સલમાન ખાનના ફાર્મ હાઉસ પર આ રીતે સમય વિતાવી રહી છે અભિનેત્રી, જુઓ VIDEO

દેશમાં લગાવાયેલા લૉકડાઉનના કારણે સામાન્યથી લઈ ખાસ સુધીના, દરેક વ્યક્તિ પોતાના ઘરોમાં છે. બૉલીવુડ સ્ટારે પણ લૉકડાઉનમાં પોતાને ક્વોરન્ટાઈન કર્યા છે, એવામાં બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ લૉકડાઉનમાં પોતાનો ખુબ જ ખાસ અને શાનદાર સમય વિતાવી રહી છે. જ્યારથી દેશમાં લૉકડાઉન લગાવાયું છે ત્યારથી જેકલીન ફર્નાન્ડિસ પોતાના ખાસ મિત્રો અને અભિનેતા સલમાન ખાનના ફાર્મ હાઉસ પર છે.

તે સલમાન ખાન અને તેના પરિવાર સાથે પનવેલવાળા ફાર્મ હાઉસ પર રોકાયેલી છે. આ દરમિયાન જેકલીન ફર્નાન્ડિસ આખો દિવસ શું કરે છે તેનાથી જોડાયેલો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, પરંતુ આ વખતે સલમાન ખાને જણાવ્યું કે જેકલીન ફર્નાન્ડિસ તેના ફાર્મ હાઉસ પર આખો દિવસ શું કરે છે અને કેવી રીતે ટાઈમ વિતાવી રહી છે. અભિનેતાએ જેકલીન ફર્નાન્ડિસનો એક વીડિયો શેર કર્યો છે.

View this post on Instagram

@jacquelinef143

A post shared by Salman Khan (@beingsalmankhan) on

‘દબંગ ખાને’ પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર જેકલીન ફર્નાન્ડિસનો એક વીડિયો શેર કર્યો છે. ત્રણ મિનિટ 48 સેકેન્ડના આ વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે જેકલીન ફર્નાન્ડિસ સલમાન ખાનના ફાર્મ હાઉસ પર કેવી રીતે સમય વિતાવી રહી છે. વીડિયોમાં જેકલીન ફર્નાન્ડિસની શરૂઆત સુંદર સવાર સાથે થાય છે. ત્યાર બાદ તે સલમાન ખાનના ફાર્મ હાઉસમાં રહેલા જાનવર કુતરા, બેલ, ઘોડા, મરઘા અને બકરીના બચ્ચાઓ સાથે સમય વિતાવી રહી છે.

0Shares