- slider news, Trending News, ટેક્નોલૉજી

WhatsApp દ્વારા ઘરે બેઠા મેળવી શકશો Xiaomi પ્રોડક્ટ્સ, જાણો વિગત

ચીની સ્માર્ટફોન કંપની Xiaomiએ ભારતમાં તેની પહોંચ વધારવા માટે નવું ઇ-કોમર્સ પ્લેટફોર્મ Mi Commerce લોન્ચ કર્યું છે. આ અંતર્ગત ગ્રાહકો Xiaomiની પ્રોડક્ટસ – જેમ કે સ્માર્ટફોન, ટીવી અને પાવર બેક સ્થાનિક સ્ટોર્સમાંથી ઓનલાઇન ખરીદી શકશે.

કંપની સ્થાનિક સ્ટોર્સને ગ્રાહકો સાથે વોટ્સ એપ અથવા વેબ એપથી જોડશે. ગ્રાહકો વોટ્સએપ દ્વારા સ્થાનિક સ્ટોર સાથે સંપર્ક કરી ઓર્ડર આપી શકશે અને Xiaomiની પ્રોડક્ટસ તેમના ઘરે પહોંચાડવામાં આવશે.

Xiaomi એ આ માટે એક પોર્ટલ તૈયાર કર્યો છે – local.mi.com. જો કે, આ પોર્ટલ તમે તમારું લોકેશન આપ્યા વિના એક્સેસ કરી શકશો નહીં. આ પોર્ટલનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ તમારે લોકેશન એક્સેસ કરવું પડશે.

WhatsApp દ્વારા સ્થાનિક સ્ટોર્સથી Xiaomi પ્રોડક્ટ્સની માહિતી લેવા અથવા ખરીદવા માટે કંપનીએ એક નંબર જાહેર કર્યો છે. +91 8861826286 આ નંબરનો સંપર્ક કરીને તમે જાણી શકશો કે Xiaomiની પ્રોડક્ટ્સ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે કે નહીં.

ઓર્ડર આપ્યા પછી પ્રોડક્ટ તમારા ઘરે પહોંચાડવામાં આવશે અને તે પછી તમારે પૈસાની ચૂકવણી કરવી પડશે. Mi Commerce પોર્ટલ પર જઈને તમે આસપાસના Xiaomi સ્ટોર્સની માહિતી મેળવી શકશો.

Xiaomiએ એક નિવેદનમાં કહ્યું છે કે, Mi Commerceએ ખાસ કરીને COVID-19 ના આ તબક્કામાં ઓફલાઇન રિટેલ ભાગીદારોની જરૂરિયાત પૂરી કરવી પડશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે લાંબા ગાળાની ક્રોસ ચેનલ વ્યૂહરચના માટે આ પહેલું પગલું છે.

નોંધનીય છે કે, કોરોનાના કહેરના કારણે ભારતમાં લોકડાઉન છે. જોકે હવે કંપનીએ ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ડિલિવરી શરૂ કરી છે, પરંતુ છેલ્લા મહિનામાં એક કંપનીને શૂન્ય આવક મળી છે. તેથી કંપનીએ હવે આ પગલુ ભર્યું છે.

0Shares