- slider news, Trending News, મનોરંજન

અનુષ્કા શર્માની વેબ સીરીઝ ‘પાતાલ’નું ટ્રેલર રિલીઝ, જુઓ VIDEO

અનુષ્કા શર્માના પ્રોડક્શન બૈન હઠળ બનેલી વેબ સીરઝ પાતાલ લોકનું ટ્રેલ સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટથી અનુષ્કા શર્માએ ડિજિટલ દુનિયામાં પગ મુક્યો છે. તેની આ વબ સીરીઝ 15મે એેમેઝોન પ્રાઈમ પર પ્રીમિયર થશે.

પાતાલ લોકોમાં નીરડ કાબી, ગુલ પનાગ, જયદીપ અહલાવત, અભિષેક બેનરજી મુખ્ય પાત્રમાં છે. આ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે જેનું ટ્રેલર રુવાંડા ઉભા કરી દેનારુ છે. રિલીઝ થયેલા ટ્રેલરમાં ખુન ખરાબો અને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. તેમાં અમીર, મિડલ ક્લાસ અને ગરીબોને અલગ-અલગ શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે

જેમાં પૈસાદાર લોકો સ્વર્ગ લોક સાથે સંબંધ ધરાવે છે. મિડલ ક્લાસ ધરતી લોક અને જેટલા પણ ક્રમિનલ્સ છે તેમને પાતાળ લોક સાથે જોડીને જોવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રેલરની શરૂઆત ચાર આરોપીઓની ધરપકડથી થાય છે.

આ પહેલા સોશિયલ મીડિયા પર અનુષ્કાએ નવું ટીઝર શેર કરતા લખ્યું હતું, ‘પાતાલ લોકમાં દરેક ચીજની એક ડાર્ક સાઈડ છે અને દરેક માણસ કંઈક ને કંઈક છુપાવી રહ્યા છે. પહેલા રિલીઝ થયેલા ટીઝરમાં જોવા મળ્યું હતું કે કેવી રીતે દુનિયા જે દેખાય છે તે એવી હોતી નથી અને માણસ કેવી રીતે બીજાને બરબાદ કરે છે.’

0Shares