- slider news, Trending News, શિક્ષણ

26 જુલાઈએ NEET તો 18-29 જુલાઈએ યોજાશે JEE Mainsની પરીક્ષા

કોરોના સંકટને લીધે હવે National Eligibility Cum Entrance Test (NEET)ની પરીક્ષા 26 જુલાઈએ યોજાશે. આ સાથે જ Joint Entrance Examination (JEE) Mainsની પરીક્ષા 18 જુલાઇથી 23 જુલાઇની વચ્ચે યોજાશે અને JEE Advanceની પરીક્ષા હવે ઓગસ્ટમાં લેવામાં આવશે. આ જાહેરાત મંગળવારે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયલ નિશંક દ્વારા કરવામાં આવી હતી.

જેની ઉમેદવારો આ તારીખોની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. તેમની મૂંઝવણને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી ડો.રમેશ પોખરીયલ નિશાંક સીધા લાઇવ ચેટ દ્વારા ઉમેદવારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. આ લિંક દ્વારા દ્વારા સાંભળો. તેમણે શું કહ્યું?

EducationMinisterGoesLive હેશટેગની સાથે દેશભરના વિદ્યાર્થીઓએ પોતાના સવાલો પૂછ્યા હતા. તેમણે કહ્યું કે, આ તે સમય છે જ્યારે આખી દુનિયાએ વિચાર્યું પણ ન હતું કે આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે. તેમણે ભારત સરકારના સમય દરમિયાન લીધેલા નિર્ણયની પ્રશંસા કરી. આ પછી, તેમણે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવા NEET પરીક્ષાની તારીખ અને એન્જિનિયરિંગ માટેની JEE Mains પરીક્ષાની તારીખની જાહેરાત કરી.

જણાવી દઈએ કે, દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગના યુજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET અને JEE Mains જેવી પરીક્ષામાં જોડાય છે. આ વર્ષે પણ આવા લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓની રાહ જોઇ રહ્યા છે હવે નવી તારીખો જાહેર થયા બાદ તેઓ તેમની તૈયારી કરી શકશે.

0Shares