- slider news, Trending News, મનોરંજન

કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કરવા આરાધ્યા બચ્ચને બનાવી સુંદર પેઇન્ટિંગ, એશ્વર્યાએ શેર કર્યો PHOTO

કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન છે. જો કે, આ સમયગાળા દરમિયાન કેટલાક ક્ષેત્રો જેવા કે આરોગ્ય, પોલીસ, મીડિયા અને સેનિટાઈઝેશન કામદારો સતત તેમની ફરજ નિભાવી રહ્યા છે અને દેશને આ ખતરનાક બીમારીથી બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા આ ફ્રન્ટલાઈન યોદ્ધાઓનો આભાર માન્યો છે.

તે દરમિયાન તાજેતરમાં જ એશ્વર્યા રાય બચ્ચને પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર સ્કેચ શેર કર્યું છે, જે તેની પુત્રી આરાધ્યા બચ્ચન દ્વારા બનાવવામાં આવ્યું છે. આ પેઇન્ટિંગ દ્વારા આરાધ્યાએ કોવિડ-19 વોરિયર્સનો આભાર વ્યક્ત કર્યો છે. આ ફોટો શેર કરતા એશ્વર્યાએ લખ્યું કે, “મારી પુત્રી આરાધ્યાનો પ્રેમ અને આભાર”.

આ પેઇન્ટિંગમાં તમે જોઈ શકો છો કે આરાધ્યાએ તમામ ફ્રન્ટલાઈન યોદ્ધાઓનો તેમની મહેનત બદલ આભાર માન્યો છે. આ સાથે આરાધ્યાએ ઘરે રહેવા અને સલામત રહેવાનો સંદેશ પણ આપ્યો છે.

નોંધનીય છે કે, એશ્વર્યાએ થોડા સમય પહેલા એક વીડિયો શેર કરી તમામ ફ્રન્ટલાઈન યોદ્ધાઓનો આભાર માન્યો હતો.

0Shares