- slider news, Trending News, મનોરંજન

રામાયણ બાદ આજથી TV પર રિટેલિકાસ્ટ થશે રામાનંદ સાગરનો આ હિટ શો

લોકડાઉનને કારણે, આજના દિવસોમાં ટીવી પર જૂના શો પ્રસારિત થઈ રહ્યા છે. લોકડાઉન શરૂ થતાં જ રામાયણ દૂરદર્શન પર શરૂ થઈ ગઈ હતી. દર્શકોએ તેને ખૂબ પ્રેમ આપ્યો. ચાહકોએ શોને પહેલો નંબર બનાવી દીધો. રામાયણ બાદ ઉત્તર રામાયણ શરૂ થઈ.

2 મે એ ઉત્તર રામાયણનો છેલ્લો એપિસોડ હતો. ઉત્તર રામાયણનો છેલ્લો એપિસોડ સોશિયલ મીડિયા પર ખુબ ટ્રેન્ડ થયો. રામાયણના પતી જવાને કારણે દર્શકો ઉદાસ છે. હવે રામાયણ પછી રામાનંદ સાગરનો પ્રખ્યાત શો શ્રી કૃષ્ણ ફરીથી ટેલિકાસ્ટ કરવામાં આવશે.

ક્યારે શરૂ થશે શ્રીકૃષ્ણા?

દર્શકો માટે, આ સમાચાર કોઈ ટ્રીટથી ઓછી નથી. શ્રી કૃષ્ણ 3 મેથી રાત્રે 9 વાગ્યે ટેલિકાસ્ટ થશે. બીજા દિવસે તેનું રિપીટ ટેલિકાસ્ટ સવારે 9 વાગ્યે આવશે. તમને જણાવી દઈએ કે આ શો 1993માં રિલીઝ થયો હતો. સર્વદમન ડી બેનર્જીએ આ શોમાં કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. શોને ખુબ પસંદ કરવામાં આવ્યો.

સ્વપ્નીલ જોશીએ યુવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. તમે જાણતા હશો કે, સ્વપ્નીલ જોશી ઉત્તર રામાયણમાં કુશ બન્યો હતો. સ્વપ્નીલની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી હતી. શોમાં દીપક દેઉલકરે બલરામ, પિંકી પારીખે રુકમણી, રેશ્મા મોદીએ રાધાનું પાત્ર ભજવ્યું હતું.

જ્યારે આ શો આવ્યો ત્યારે તે સમયે રામાયણ અને મહાભારતની લોકપ્રિયતા હતી, શ્રી કૃષ્ણ પર બનેલો આ શો પ્રેક્ષકોને ખૂબ પસંદ આવ્યો હતો. આ શો ની ગણતરી પણ એપિક શોમાં થાય છે. હવે જોવાનું એ છે કે, રામાયણ અને ઉત્તર રામાયણ પછી આ શો શ્રીકૃષ્ણ ફેન્સને લૂભાવવામાં કેટલો સફળ રહેશે.

0Shares