- slider news, Trending News, શિક્ષણ

બાકી રહેલી પરીક્ષાઓ અને પરિણામો અંગે CBSE અધિકારીએ આપી આ મહત્વપૂર્ણ માહિતી

CBSE Board Exams 2020: સીબીએસઈ(CBSE)ના એક અધિકારીના જણાવ્યા અનુસાર ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવામાં એકથી દોઢ મહિનાનો સમય લાગશે. સમાચાર અનુસાર, સીબીએસઈના 10 અને 12ની બોર્ડની પરીક્ષાની અત્યાર સુધીમાં ફક્ત 30 ટકા ઉત્તરવહી જ ચકાસી શકાઈ છે. બાકીની પરીક્ષાઓ વિશે પ્રશ્નો પૂછવા પર બોર્ડના અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે હવે ફક્ત મહત્ત્વના પેપર્સની જ પરીક્ષાઓ હશે અને વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા 10 દિવસ અગાઉથી આ વિશે માહિતી આપવામાં આવશે.

આ સાથે અધિકારીએ માહિતી આપી હતી કે બાકી રહેલ પરીક્ષાઓ લોકડાઉન બાદ જ લેવામાં આવશે. પરિણામ ટૂંક સમયમાં આવે તેવી કોઈ સંભાવના નથી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ પણ કહ્યું છે કે, ધોરણ-10 અને 12ના 36 લાખ વિદ્યાર્થીઓના 2 કરોડ પેપર્સની તપાસ 2 લાખ શિક્ષકોની સહાયથી કરવામાં આવશે.

જણાવી દઈએ કે, કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને CBSCએ ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ વચ્ચે અટકાવી દીધી હતી. આ પછી એપ્રિલના પહેલા અઠવાડિયામાં બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે હવે બાકી રહેલી ધોરણ 10ની પરીક્ષાઓ લેવામાં આવશે નહીં. ફક્ત ધોરણ 12ના મુખ્ય વિષયોની પરીક્ષાઓ યોજાશે. આ ઉપરાંત ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિંસાના કારણે જે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ બોર્ડની પરીક્ષા આપી શક્યા ન હતા તેમની ફરી પરીક્ષાઓ લેવામાં આવશે.

અહેવાલો અનુસાર, જો સરકાર સંમત થાય તો લોકડાઉન પૂર્ણ થયા બાદ ધોરણ 12ની પરીક્ષાઓ લેવા માટે માત્ર 10 દિવસની જરૂર છે.

તે દરમિયાન મંગળવારે માનવ સંસાધન વિકાસ મંત્રી રમોશ પોખરીયાલે રાજ્યના શિક્ષણમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીનું પદ સંભાળનાર મનીષ સિસોદિયા કહ્યું કે, ધોરણ-10 અને 12ની બોર્ડની બાકીની પરીક્ષાઓ યોજવી શક્ય નથી. આવી સ્થિતિમાં, ઈન્ટરનલ નંબરોના આધારે બોર્ડના વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં બઢતી આપવી જોઈએ.

0Shares