- GUJARAT NEWS, slider news, અમદાવાદ

ઘરે રહો, સુરક્ષિત રહોઃ બપોર બાદ વડોદરામાં 5 અને ભાવનગરમાં 2 વધુ કોરોના પોઝિટવ, રાજ્યમાં કુલ 186 થયાં

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે આજરોજ બપોર બાદ વડોદરામાં 5 અને ભાવનગરમાં વધુ 2 કેસ નોંધાયા છે. ભાવનગરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 4 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.

આમ ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 18 પોઝિટિવ દર્દીઓની સંખ્યા થઇ ગઇ છે. જ્યારે આજના પોઝિટિવ કેસ સાથે વડોદરામાં કુલ 18 પર આંકડો પહોંચ્યો છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.

કોરોના મુદ્દે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે વડોદરામાં 5 અને ભાવનગમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 1 પોઝિટિવ કેસના દર્દીનું મોત થયું છે તે વિસ્તારમાંથી આ પોઝિટિવ કેસો સામે આવ્યાં છે.

આજરોજ બપોર બાદ વડોદરાના નાગરવાડામાં 5 અને ભાવનગર શહેરમાં 2 પોઝિટિવ કેસ નોંદાય છે. આ સાથે રાજ્યમાં કુલ કોરોના વાયરસના પોઝિટિવ કેસ 186 થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 16 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે જ્યારે 25 જેટલા પોઝિટિવ દર્દીઓ સાજા થઇ ચૂક્યાં છે.

0Shares