- slider news, રાષ્ટ્રીય સમાચાર

ખેડૂતો માટે રાહુલ ગાંધીએ કરી માંગણી, પાકની કાપણી માટે લોકડાઉનમાં આપો છૂટ

કોરોના વાયરસ સંક્રમણ રોકવાને લઇને દેશમાં આપવામાં આવેલા લોકડાઉને ખેડૂતોની કમર તોડી નાંખી છે. ખેતરથી લઇને મંડી સુધી ખેડૂતો પર મુસીબતોનો પહાડ તૂટી પડયો છે. આ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતોના હિત માટે લોકડાઉનમાં છુટ આપવાની માંગણી કરી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે પાકની કટાઇ માટે લોકડાઉનમાં સુરક્ષિત રીતે છૂટ આપવો એક માત્ર ઉપાય છે.

રાહુલ ગાંધીએ આજરોજ જણાવ્યું કે પાકની કાપણી માટે લોકડાઉનમાં સુરક્ષિત રીતે છૂટ આપવી જોઇએ. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું કે રવી પાક ખેતરમાં તૈયાર થઇ ગયો છે, પરંતુ લોકડાઉનના કારણે કાપણીના કામમાં મુશ્કેલી પડી રહી છે. આ કારણોથી ખેડૂતોની આજીવિકા ઉપર ખતરો જોવા મળી રહ્યો છે. દેશમાં આજે અન્નદાતા ખેડૂત આ સંકટમાં બેવડી મુસીબતમાં છે.

આ સાથે રાહુલ ગાંધીએ એક સમાચાર પણ શેર કર્યા જેમાં લોકડાઉનના કારણે ખેડૂતોને પાકની કાપણીમાં આવી રહેલી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંક્રમણ ફેલાવવાને અટકાવવા માટે દેશભરમાં લાગુ 21 દિવસનું લોકડાઉન 25 માર્ચથી શરૂ થયું હતુ જે આગામી 14 એપ્રિલના રોજ પુરુ થઇ રહ્યું છે.

0Shares