- Uncategorized, નર્મદા

રાજપીપળાઃ બે શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ નેગેટિવ, જિલ્લામાં અત્યાર સુધી કોઇ પોઝિટિવ નહીં

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ. કશ્યપ તરફથી આજે સાંજે 4 કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ ગઇકાલે ગરૂડેશ્વર તાલુકાના ઝરીયાવાડી ગામની ૧ મહિલા અને ૧ પુરૂષ સહિત બે શંકાસ્પદ દરદીઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને ચકાસણી માટે મોકલાયેલા તેમના સેમ્પલનો રિપોર્ટ આજે નેગેટીવ આવ્યા છે.

આમ, જિલ્લાનાં આજદિન સુધી ચકાસણી માટે મોકલાયેલા તમામ 9 દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવેલ છે. આજની સ્થિતિએ જિલ્લામાં એકપણ કેસ પોઝિટીવ નોંધાયો નથી.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વધુ જાણકારી મુજબ આજની પરિસ્થિતિએ હોમ કોરોન્ટાઇનમાં 14 અને સરકારી આયુર્વેદિક કોલેજ હોસ્ટેલ ખાતે 19 કોરોન્ટાઇન સહિત જિલ્લામાં કુલ 33 વ્યક્તિઓ કોરોન્ટાઇન હેઠળ છે.

0Shares