- slider news, રાષ્ટ્રીય સમાચાર

કોરોનાઃ કેન્દ્રીય આરોગ્ય વિભાગે કહ્યું છેલ્લા 24 કલાકમાં નવા 773 કેસ સામે આવ્યાં, 32નાં મોત

દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થઇ ગયો છે. તેમ છતાં કોરોના વાયરસના સંક્રમણના કેસો ઘટવાને બદલે વધી રહ્યાં છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 773 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે, જે અત્યાર સુધીના સૌથી વધારે છે. આરોગ્ય વિભાગના જણાવ્યાં અનુસાર કેન્દ્ર સરકારે રાજ્યોને જણાવ્યું છે કે નવી હોસ્પિટલ તૈયાર કરે અને શંકાસ્પદો પર નજ રાખીને તેમની જાણકીર મેળવે.

આ અગાઉ 6 એપ્રિલના રોજ સંક્રમિત દર્દીઓનો આંકડો 700 પાર જોવા મળ્યો હતો. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જાણકારી આપતાં જણાવ્યું કે એક દિવસની અંદર 773 નવા કેસ સામે આવ્યાં છે, અને છેલ્લા 24 કલાકમાં 32 લોકોનાં મોત થયા છે. દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 5194 પર પહોંચી ગઇ છે. જ્યારે મૃતકોનો આંકડો 149 પર પહોંચ્યો છે. જો કે આ દરમિયાન દેશમાં 402 લોકો સ્વસ્થ થઇ ઘરે પરત થયા છે.

આ સાથે ગૃહ મંત્રાલયની સંયુક્ત સચિવે જણાવ્યું કે નિર્માણ કાર્યો સાથે જોડાયેલી પંજીકૃત કરાયેલા શ્રમિકોતને 1000થી 6000 રૂપિયા સુધી રોકડ રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 2 કરોડ નિર્માણ શ્રમીકોને 3000 કરોડ રૂપિયા આપવામાં આવી ચૂક્યા છે.

અગ્ર સચિવ લવ અગ્રવાલે જણાવ્યું છે કે અત્યારે જ નહીં પરંતુ ભવિષ્ય માટે પણ હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની કોઇ ઘટ્ટ જોવા મળશે નહીં.

0Shares