- GUJARAT NEWS, ગીર સોમનાથ

વેરાવળમાં ડોકટરની આગવી ડીજીટલ પહેલ, લોકડાઉન દરમિયાન ઘરબેઠા સારવાર

ગુજરાતમાં હાલ કોરોના વાયરસના પગલે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને લોકોને ધરબેઠા જીવનજરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે માટે તંત્ર પગલા ભરી રહ્યું છે. જો કે ગીર-સોમનાથના વેરાવળ ખાતે લોકડાઉન દરમિયાન ડોકટરે લોકોને ઘરે બેઠા સારવાર મળી રહે તે માટે ડીજીટલ પહેલની શરૂઆત કરી છે.

કોરોનાના કહેર વચ્ચે તંત્ર દ્વારા લોકડાઉનની જાહેરાત કરાતા લોકોને ઘરની બહાર ન નીકળવુ તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે ગીર-સોમનાથ જીલ્લાના વડા મથક વેરાવળ ખાતે ડી કે બારડ હોસ્પિટલ દ્રારા જૂના કે નવા દર્દીઓને ઘરબેઠા ડીજીટલ સેવાના માધ્યમથી ઉકેલ મળી રહે તેવી એક સેવા ચાલુ કરવામા આવી છે, જેનો લાભ પણ લોકો લઇ રહ્યા છે.

વેરાવળ ખાતે ડોકટરની આગવી ડીજીટલ પહેલ ….

  1. નવા/જુના દર્દીઓને કોઈ પણ તબીબી બીમારી કે તકલીફ હોય તો તમે ફરીયાદ એક કાગળ પર લખી 9033884873 નંબર પર વોટ્સએપ કરી શકો છો, અનુકૂળ સમયે દવા લખી મોકલી આપવામા આવે છે.
  2. દર્દીઓ, જો આપને લાગે છે કે તકલીફ સામાન્ય છે તો કૃપા કરીને હોસ્પિટલ જવાનું ટાળો અને વર્તમાન પરિસ્થિતીમાં બહાર ન નીકળો.
  3. સામાન્ય બીમારીમાં હોસ્પિટલ જવાથી કોરોનાના સંક્રમણનો ભય વધે છે. જેના માટે ઇમર્જન્સી સિવાય હોસ્પીટલની મુલાકાત લેવાનું ટાળો.
  4. દર્દીની મદદ માટે ડોક્ટર હંમેશા તૈયાર રહેશે. મહેરબાની કરીને આપ આપના ઘરની બહાર ન નીકળો.
  5. ખરેખર ગંભીર બીમારીથી પીડાતા હો તો આપ અમારો સંપર્ક કરી શકો છો. દર્દી સાથે એક જ પુખ્ત વ્યક્તિની આવવાની જરૂર છે.
  6. માસ્ક અથવા રૂમાલ બાંધવાની આદત‌ રાખો.
  7. આ સમય દરમિયાન કોઈ તફલીફ માટે માર્ગદર્શન કે દવા લેવા માટે વોટ્સએપ નંબર.9033884873 પર સંપર્ક કરો ત્યારે નીચેની 👇વિગતો એક કોરા કાગળ પર ખાસ લખીને દર્શાવવાની રહેશે અને તેનો ફોટો પાડી વોટ્સએપ કરવુ.

વિગતો આ રીતે આપવી:

  • કઈ તકલીફથી અને કેટલા લાંબા સમયથી પીડાવ છો ?
  • લાંબા ગાળાની કોઈ અન્ય બીમારી છે?
  • અન્ય કોઈ દવા ચાલુ છે?
  • આવી પ્રાથમીક જાણકારીથી અમે આપની ઉત્તમ સેવા કરી શકીયે.
0Shares