- Trending News, મનોરંજન

બોલિવૂડ પ્રોડ્યૂસર કરીમ મોરાનીને થયો કોરોના, બંન્ને દીકરીના રિપોર્ટ પણ પોઝિટિવ

બોલિવૂડ પ્રોડ્યૂસર કરીમ મોરાનીનો કોરોનાવાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેની બંને દીકરીઓના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા હતાં. કરીમ મોરાની હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નોંધનીય છે કે કરીમ મોરાની તથા શાહરુખ ખાન ખાસ મિત્રો છે

અગાઉ કરીમ મોરાનીની પુત્રી શાઝ મોરાની કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. મંગળવારે તેની બીજી પુત્રી ઝોયા મોરાનીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં કરીમ નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. ઉલ્લેખનીય છે કે કરીમ મોરાનીની નાની દીકરી શાઝા પણ આ જ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. જ્યારે મોટી દીકરી ઝોયા કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં છે.

કરીમનો પરિવાર બોલીવુડના સૌથી લોકપ્રિય અને જાણીતા પરિવારમાંથી એક છે. તે બોલિવૂડ અને દુનિયાભરમાં સિનેમા જગતથી સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરે છે. કરીમ તેના આખા પરિવાર સાથે મુંબઇના જુહુ વિસ્તારમાં રહે છે, જ્યાં અન્ય ઘણા વધુ બોલીવુડ સ્ટાર્સના ઘર છે. જુહુનો આ પ્રથમ કોરોના પોઝિટિવ કેસ તરીકે નોંધવામાં આવી રહ્યો છે, જેના કારણે આખા વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે. તેના ઘરને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યું છે. અત્યારે તેના બાકીના પરિવારની શોધખોળ ચાલી રહી છે.

આખી બિલ્ડિંગ કરાઈ સીલ

સૂત્રોના મતે, જે બિલ્ડિંગમાં મોરાની પરિવાર રહે છે, તેને સીલ કરી દેવામાં આવ્યું છે. મોરાની પરિવાર જુહૂમાં રહે છે, અહીંયા બોલિવૂડની અનેક હસ્તીઓ રહે છે. કરીમ મોરાનીએ ‘રા.વન’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘હેપી ન્યૂ યર’ તથા ‘દિલવાલે’ સહિતની ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે. ઝોયાએ શાહરુખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટરથી કરિયરની શરૂઆત કરી હતી. તે અજય દેવગન તથા વિદ્યા બાલનની ફિલ્મ ‘હલ્લા બોલ’માં પણ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતી.

0Shares