- slider news, Trending News, સ્પોર્ટસ

કોરોનાનો કહેરઃ 102 ટ્રૉફી વેચીને 15 વર્ષના આ ખેલાડીએ દાન કર્યા પૈસા

15 વર્ષના ખેલાડી અર્જુન ભાટીએ COVID-19 રોગચાળા સામે લડવામાં ઘણું યોગદાન આપ્યું છે. તે ત્રણ વર્લ્ડ જુનિયર ગોલ્ફ ચેમ્પિયનશિપ ટાઇટલ અને એક રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ સહિતની પોતાની તમામ ટ્રોફી વેચીને રૂ. 4.30 લાખ એકત્રિત કરવામાં સફળ રહ્યો છે.

ગ્રેટર નોઈડા ગોલ્ફર અર્જુન ભાટીએ 2016 અને 2018માં યુએસ કિડ્સ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ગયા વર્ષે FCG callaway જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી હતી. અર્જુને વડાપ્રધાન રાહત ભંડોળ (PM- CARES ફંડ)માં દાન આપ્યું છે.

અર્જુને કહ્યું કે, ‘ફંડ અકત્રિત કરવા માટે મેં મારી તમામ ટ્રૉફી સબંધીઓ અને માતા-પિતાના મિત્રને વેચી દીધી.’ તેણે મંગળવારે હિન્દીમાં ટ્વીટ કર્યું, ‘ દેશ-વિદેશમાંથી જીતીને કમાયેલી 102 ટ્રૉફી સંકટ સમયે મેં 102 લોકોને આપી દીધી. જેના મને કુલ 4,30,000 રૂપિયા મળ્યા છે, જેને મેં વડાપ્રધાન રાહત ભંડોળમાં દેશની મદદ કરવા આપ્યા છે.’

0Shares