- slider news, Trending News, મનોરંજન

રામાયણ સિરિયલના ‘હનુમાન’ની આ હતી અંતિમ ઈચ્છા, જાણો છો કોણે ભજવ્યું હતું પાત્ર?

કોરના વાયરસના ખૌફના કારણે દેશમાં લૉકડાઉનની સ્થિતિ યથાવત છે. એવામાં દૂરદર્શનમાં ફરીથી રામાયણને શરૂ કરવામાં આવ્યું છે. આ વખતે પણ રામાયણને એટલો જ પ્રેમ મળી રહ્યો છે જેટલો પહેલા મળ્યો હતો. રામાયણે દૂરદર્શનની ટીઆરપીના તમામ રેકૉર્ડ ચોડી નાખ્યા છે.

રામાયણમાં હનુમાનનું પાત્ર નિભાવનારા દારા સિંહને ઘણા પસંદ કરવામાં આવ્યા હતા. જો કે હવે દારા સિંહ જરૂર આપણા વચ્ચે નથી પરંતુ તેઓએ પોતાના આ પાત્રને અમર બનાવી દીધું હતું.

તાજેતરમાં દારા સિંહના દીકરા વિંદૂ દારા સિંહે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેમના પિતાની અંતિમ ઈચ્છા શું હતી. તેણે જણાવ્યું કે તેના પિતા દારા સિંહની અંતિમ ઈચ્છા રામાયણને ફરીથી જોવાની હતી.

વિંદૂએ કહ્યું, મારા પિતાએ પોતાના અંતિમ સમયમાં રામાયણને એકવાર ફરીથી જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું હતું કે હું એકવાર ફરીથી રામાયણને જોવા માંગુ છું. રામાયણને તે જ્યારે પણ જોવા બેસતા ત્યારે એક સાથે 5 એપિસોડ જોઈ લેતા હતા.

0Shares