- slider news, Trending News, ટેક્નોલૉજી

Jioએ લૉન્ચ કર્યો અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન, ફક્ત 21 રૂપિયામાં મળશે આટલું બધું

કોરોનાના કારણે દેશભરમાં લૉકડાઉન કરવામાં આવ્યું છે. જેના કારણે દરેક લોકો ઘરમાં કેદ છે. એવામાં તમામ લોકોને ઘરે બેઠા કામ કરવું પડી રહ્યું છે. જેના માટે લોકો પોતાનો મોબાઈલ ડાટાનો ઉપયોગ કરી રહ્યા છે. ઘણીવાર ડાટા ખતમ થવા પર પરેશાની થાય છે. એવામાં રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકોના જૂના રિચાર્જ પ્લાનમાં કેટલાક ફેરફાર કર્યા છે.

જિયોએ પોતાના 4G વાઉચરમાં ફેરફાર કર્યા છે. જે અંતર્ગત કંપની હવે પોતાના ગ્રાહકોને પહેલા કરતા વધારે એટલે કે બેઘણો ડાટા ઑફર કરી રહી છે. આ ઑફરનો લાભ કોઈ પણ યુઝર્સ ઉઠાવી શકે છે. આ સાથે જ યુઝર્સને આ પ્લાન અંતર્ગત અન્ય નંબરો પર વાત કરવા માટે મિનિટ્સ પણ આપી રહી છે.

આ પ્લાનમાં 11, 21, 51 રૂપિયા અને 101 રૂપિયાવાળા પ્લાન સામેલ છે. જો વાત કરીએ 21 રૂપિયાવાળા પ્લાનની તો તેમાં પહેલા તમને 1GB ડાટાનો લાભ મળતો હતો, પરંતુ હવે આ પ્લાનમાં તમને અનલિમિટેડ 2GB ડાટા આપવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં કૉલિંગ માટે પણ તેમાં 500 મિનિટ પણ આપવામાં આવશે.

આ ઉપરાંત જિયોએ પોતાના 199 રૂપિયાવાળા પ્લાને પહેલા કરતા સારો બનાવી દીધો છે. આ પ્લાન અંતર્ગત ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. સાથે જ ઈન્ટરનેટ ડાટા તરીકે તેમાં દરરોજ 1.5GB ડાટા મળશે. ઉપરાંત દરરોજ 100SMSની સુવિધા પણ મળશે.

0Shares