- slider news, Trending News, સ્પોર્ટસ

કોલ્ડ ડ્રિંકના કેન પર નવદીપ સૈની કર્યો ખતરનાક સ્ટંટ, VIDEO જોઈ દંગ રહી જશો તમે

ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર્સ નવદીપ સૈની જેણે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પોતાની બલ્લેબાજીથી બધાને પ્રભાવિત કર્યા હતા તેનો એક વીડિયો આઈપીએલની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગલોકરે પોતોના ઈન્સ્ટાગ્રામ પરથી શેર કર્યો છે. આ વીડિયોમાં આ બોલર કોલ્ડ ડ્રિંકના કેન પર સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે.

https://www.instagram.com/p/B-oa9PXBcTx/

રૉયલ ચેલેન્જર્સ બેંગલોરે આ વીડિયોને શેર કરતા લખ્યું, ‘જો આ વીડિયોને એક લાખ લાઈક મળે છે તો તે નવદીપ સૈનીને આરસીબીના ઈન્સ્ટાગ્રામ પર લાઈવ બોલાવશે અને તેને એબ્સ દેખાડવા માટે કહેશે.’ જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે, હજારોની સંખ્યામાં આ વીડિયોને લોકો લાઈક કરી ચૂક્યા છે.

રૉયલ ચેલેન્જર્સ બેંગલોરે જે વીડિયો શેર કર્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે નવદીપ સૈની કોલ્ડ ડ્રિંકના 9 કેન્સ પર સંતુલન બનાવે છે. આ સ્ટન્ટ ઘણો મુશ્કેલ છે પરંતુ જે પ્રકારે નવદીપ સૈનીએ આ સ્ટન્ટ કર્યો તેનાથી તે લાગે છે કે તેણે આ સ્ટન્ટને ખુબ જ સરળતાથી કર્યો છે.

0Shares