- GUJARAT NEWS, slider news, અમદાવાદ

ઘરે રહો, સુરક્ષિત રહોઃ 13 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ 87 કેસ, 6નાં મોત

ભારત સહિત ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે સવારે અમદાવાદમાં કોરોનાના 8 નવા કેસ સામે આવ્યાં હતા.

જો કે બપોર બાદ પોરબંદરમાં અને સુરતમાં 2 નવા અને પંચમહાલમાં 1 કેસ નોંધાતા ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 87 પર પહોંચ્યો છે. આમ આજે રાજ્યમાં એક દિવસમાં 13 પોઝિટિવ કેસ નોંદાયા છે. કોરોનાને લઇને કેન્દ્ર સરકારે અમદાવાદને હોટસ્પોટ જાહેર કર્યું છે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો આજરોજ એક સાથે 8 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. આ સાથે અમદાવાદમાં કુલ 31 કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે અમદાવાદને કોરોનાને લઇને હોટસ્પોટ જાહેર કર્યું હતું. જ્યારે રાજ્ય સરકારે સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગરને હોટસ્પોટ જાહેર કર્યું હતું.

ગાંધીનગરમાં 11, સુરતમાં 12, રાજકોટમાં 10 અને વડોદરામાં 09 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે પોરબંદરમાં 03 કેસ સામે આવ્યાં છે.

0Shares