- રાષ્ટ્રીય સમાચાર

લોકડાઉનઃ રેલવે અને એરલાઇન્સ દ્વારા આ તારીખથી શરૂ કરાયું ટિકિટ બુકિંગ

કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે દેશમાં સરકારે 14 એપ્રિલ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. ભારતીય રેલવે અને ખાનગી એરલાઇન્સની કંપનીઓએ પ્રવાસીઓ માટે 14 એપ્રિલ પછી માટે ટિકિટ બુક કરવાનું શરૂ કરી દીધું છે.

જો કે પહેલા લોકો અનુમાન લગાવતાં હતા કે લોકડાઉનની સમયમર્યાદા વધી શકે છે. જેના પર કેબિનેટ સચિવ રાજીવ ગોબાએ કહ્યું હતું કે 21 દિવસના લોકડાઉનની સમયમર્યાદા વધારવાની સરકારની કોઇ યોજના નથી. રાજીવ ગોબાએ આ અંગેના રિપોર્ટને લઇને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

આ અંગે પશ્ચિમ રેલવેના પીઆરઓ પ્રદીપ શર્માએ કહ્યું કે ભારતીય રેલવેએ 14 એપ્રિલ પછીના રેલ પ્રવાસની ટિકિટ બુકિંગ શરૂ કરી દીધી છે. આઇઆરસીસીટીસીની એપ અને વેબસાઇટ પર 15 એપ્રિલથી યાત્રા માટે ટિકિટ ઉપલબ્ધ છે.

જો કે અત્યારે સ્ટેશનો પર ટિકિટ બુકીંગ થશે નહીં. એરલાઇન્સે કંપનીઓએ પણ યાત્રા માટે 15 એપ્રિલથી બુકિંગ શરૂ કરી દીધી છે. જો કે હાલમાં એરલાઇન્સ તરફથી કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જો લોકડાઉનનો સમયગાળો વધે છે તો પહેલા કરેલ ટિકિટ બુક રદ્દ થઇ શકે છે.

0Shares