- GUJARAT NEWS, પંચમહાલ

ગોધરા સિવિલ હોસ્પટલની બેદરકારીઃ તાજા જન્મેલા બાળકને ખેંચીને લઇ ગયું કુતરું અને પછી…

ગોધરા સિવિલ હોસ્પિટલમાં ગાયેનક વિભાગમા તાલુકાના બખર ગામની મહિલાને બે જોડિયા બાળકો ને જન્મ આપ્યો હતો. તાજા જન્મેલા છોકરા ને લેબર રૂમ માથી શ્વાન ખેચી લઈ ફાડી ખાધું હતું .જ્યારે બનેલ બનાવમાં સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી હતી.

ગોધરા સિવિલ હોસ્પિટલ સ્થાનિક જિલ્લા સહિત અન્ય બે જિલ્લા માટે આશીર્વાદ સમાન છે. અહી મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.

જ્યારે ગોધરા તાલુકાના બખર ગામની મહિલા તારાબેન નિલેશભાઈ બારીઆ ને પ્રસ્તુતિ માટેની પીડા ઉપડતાં તેને પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલાએ બે બાળકોને જન્મ આપ્યો હતો .જેમાં એક છોકરો અને છોકરીનો જન્મ થયો હતો.

માતા અને બે બાળકોને ગાયનેક વિભાગના લેબર રૂમમાં રાખવામાં આવ્યા હતા. વહેલી સવારે રખડતા એક શ્વાન અચાનક આ રૂમમાં આવી જઈને તાજા જન્મેલા છોકરાને ખેંચી જઈ રહયો હતો.

ત્યારે બાળકની માતાએ બૂમાબૂમ કરી મૂકી હતી. તેમ છતાં હોસ્પિટલનો કોઈ સ્ટાફ કે પછી સિક્યુરિટી આવ્યો ન હતો . જોતજોતામાં એક માતાના વ્હાલા-સોયા છોકરાને શ્વાન ખેંચી લઈને જતો રહ્યો હતો. આખરે તાજા જન્મેલા છોકરાને શ્વાન એ ફાડી ખાધું હતુ.

પાછલા કેટલાક મહિનાઓથી આ સિવિલ હોસ્પિટલમાં શ્વાન રખડતા નજરે પડી રહ્યા હતા. તેમ છતાં સિવિલ સ્ટાફ દ્વારા આ બાબતની કોઈ ગંભીરતા ન રાખતા આખરે એક માતાએ પોતાના બાળકને ખોવાનો વારો આવ્યો હતો. ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર સિવિલ હોસ્પિટલ સામે કેવા પગલાં ભરશે તે જોવું જ બની રહ્યું છે.

0Shares