- ટુરિઝમ

કોરોના કહેર વચ્ચે આ દેશમાં બધા શરણાર્થિઓ અને પ્રવાસીઓને અપાયાં નાગરિક અધિકાર

કોરોના વાયરસના સંકટ વચ્ચે પોર્ટૂગલે બધા શરણાર્થિયો અને પ્રવાસીઓને નાગરિકતાના સંપૂર્ણ અધિકારી આપી દીધા છે. આ નિર્ણય પછી પોર્ટૂગલમાં હાલ ઉપસ્થિતિ બધા વિદેશીઓને બધા પ્રકારની સરકારી આરોગ્ય સેવાનો લાભ મળી શકશે.

પોર્ટૂગલે શરણાર્થિયોને આ અધિકારી 30 જૂન સુધી માટે આપ્યો છે. એક રિપોર્ટ અનુસાર સરકારના કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સે જણાવ્યું કે આ નિર્ણયથી વિદેશી નાગરિકોએ પોતાના અધિકારોની ગેરેન્ટી મળી જશે.

પોર્ટુગલના મંત્રીમંડળે જણાવ્યું કે ઇમિગ્રેશન ઓફિસ બંધ કરવાથી આમ જનતાના આરોગ્યનો ખતરો પણ ઓછો થઇ જશે. આ શરણાર્થિઓ અને પ્રવાસીઓની સાથે-સાથે સરકારી અધિકારીઓ માટે પણ સારુ રહેશે.

પોર્ટુગલે 18 માર્ચના 15 દિવસ માટે દેશમાં ઇમરજન્સી જાહેર કરી હતી. પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનિયા કોસ્ટાએ કહ્યું હતું કે લોકશાહી સ્થગિત રોકવામાં નથી આવી રહ્યું.

ઉલ્લેખનીય છે કે પોર્ટુગલમાં ઘણા દાયકા સુધી તાનાશાહી રહી હતી. પરંતુ 1974થી અહીં લોકશાહી છે. અત્યાર સુધીમાં પોર્ટુગલમાં 6400થી વધારે કોરોના સંક્રમણના કેસ સામે આવી ચૂક્યાં છે જ્યારે 140 થી વધારે લોકોના મોત પણ થયાં છે.

0Shares