- slider news, રાષ્ટ્રીય સમાચાર

ઘરે રહો, સુરક્ષિત રહોઃ ભારતમાં વધ્યાં કોરોનાના કેસ, સરકારે તબલીગી જમાતને ઠેરવ્યું જવાબદાર

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં આ મહામારીના 386 કેસ સામે આવ્યાં છે. આરોગ્ય મંત્રાલયે 24 કલાકમાં જે મામલા વધ્યાં છે તેના માટે તબલીગી જમાતને જવાબદાર ઠેરવ્યું છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચીવ લવ અગ્રવાલે બુધવારે જણવ્યું કે તબલીગી જમાતના લોકોના ફરવાથ કોરોનાના મામલા વધ્યાં છે.

સંયુક્ત સચીવે કહ્યું કે તબલીગી જમાતના કારણે ખાસકરીને તામિલનાડુ, દિલ્હી, જમ્મૂ અને કાશ્મીર, આંધ્ર પ્રદેશમાં કોરોના વાયરસના મામલા વધ્યાં છે. ઉલ્લેખનીય છે તબલીગી જમાતના મરકજથી પરત ફરનારા લોકોમાં કોરોના પોઝિટિવ હોવાના કેસ સતત વધી રહેલા હોવાનું સામે આવી રહ્યું છે.

જેને લઇને તેલંગાણામાં જ 6ના મોત નિપજ્યાં છે. જ્યારે મરકજથી પરત ફરેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા શહેર-શહેરમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે 132 દર્દીઓનો ઇલાજ પછી સાજા થઇ ગયા છે. જમ્મૂ-કાશ્મીરના 23 કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 386 નવા કેસ સામે આવ્યાં છે. લવ અગ્રવાલે કહ્યું કે તબલીગી જમાનતથી જોડાયેલા 1800 લોકોને હોસ્પિટલ અને ક્વોરન્ટાઇનમાં મોકલવામાં આવ્યાં છે.

0Shares