- slider news, Trending News, લાઈફ સ્ટાઈલ

ઘઉંના લોટનું ફેસપેક બનાવી મેળવો ગોરો નિખાર, અનવોન્ટેડ હેરથી પણ મળશે છુટકારો

વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર ઘઉંનો લોટ ફક્ત સ્વાસ્થ્ય જ નહીં પરંતુ ત્વચા માટે પણ ફાયદાકારક છે. ઘઉંના લોટથી તમે ઘરે બેટા ખુબ જ ઓછા ખર્ચામાં ફેસ પેક બનાવી શકો છો અને તેના ઉપયોગથી ગોરી અને નિખરતી ત્વચા મેળવી શકો છો.

ઘઉંના લોટના ફાયદા

ઘઉંમાં ફાયબર તત્વની પ્રચુર માત્રા મળી આવે છે, જે આપણા શરીરને હાનિકારક વિષાયુક્ત પદાર્થોને નિકાળવામાં મદદગાર હોય છે. હાનિકારક તત્વોના બહાર નિકળી જવાથી ચહેરા પર ડાઘ પડવાનું જોખમ ઓછું થઈ જાય છે. જ્યારે ઘઉંમાં મળી આવતા ઝિંક અને વિટામિન ઈ ત્વચાને સ્વસ્થ્ય, ચમકદાર અને સુંદર બનાવે છે.

ઑઈલી સ્કિન માટે ફેસ પેક

જો તમારી સ્કિન ઑઈલી છે તો એક વાટકો 4 ચમચી ઘઉંના લોટમાં, 2 ચમચી ગુલાબ જળ, 2 ચમચી દૂધ અને 2 ચમચી મદ્ય મિલાવો. આ મિશ્રણોને સારી રીતે ફેન્ટ કરી પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને સુકાવા દો બાદમાં હુંફાળા પાણીથી ધોઈ દો. ચહેરા સાફ કર્યા બાદ મૉઈસ્ચરાઈઝર જરૂર લગાવો.

સનટૈન હટાવવાનો ઉપાય

જો તમને સનટેનની સમસ્યા છે તો ચાર ચમચી ઘઉંના લોટમાં એક કપ પાણી નાખીને પાતળી પેસ્ટ તૈયાર કરી દો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને સર્કુલર મોશનમાં હળવી માલિસ કરો.

ત્યાર બાદ તેને 20 મિનિટ સુધી સુકાવા માટે છોડી દો. સુકાયા બાદ ચહેરા પર હળવું સ્ક્રબ કરતા ધોવો. પોતાના રંગતમાં નિખાર લાવવા અને ટૈન હટાવવા માટે આ ફેસપેકને સપ્તાહમાં એકવાર જરૂર લગાવો.

0Shares